રથયાત્રા ના રૂટ પર વાહનવ્યવહાર રહેશે બંધ !

0
85
રથયાત્રા ના રૂટ પર વાહનવ્યવહાર રહેશે બંધ !
રથયાત્રા ના રૂટ પર વાહનવ્યવહાર રહેશે બંધ !

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા યોજાનાર છે. જેને લઈને તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપાઈ રહ્યો છે. ત્યારે આ વખતની રથયાત્રા ખુબજ વિષેશ છે. ત્યારે આપને જાણવી દઈએ કે રથયાત્રાના માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ પણે બંધ રહેશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાહેરનામું જાહેર કરવામાં અવાયું છે. જાહેરનામું તા.19/6/2023ના રોજથી લાગુ થશે અને તે 20/06/2023 રોજ સુધી લાગુ રહેશે.

image 2

રથયાત્રામાં ક્યાં-ક્યાં રસ્તાઓ પર હશે ડાયવર્ઝવન? 

  • ખામાસા ચાર રસ્તા સંપૂર્ણ બંધ રહેશે. રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ખમાસા ચાર રસ્તા બંધ રહેશે.
  • જમાલપુર ચાર રસ્તા પણ જ્યાં સુધી રથ નિજ મંદિર પરત નહી ફરે ત્યાં સુધી બંધ રહેશે.
  • તે જ રીતે આસ્ટોડિયા દરવાજા, રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ નહિ થાય ત્યાં સુધી બંધ રહેશે.

આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ રહેશે. તો સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ  રહેશે. કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.