માવઠાનો માર : રાજ્યમાં ફરીવાર 18 તારીખથી કરા સાથે વરસાદની આગાહી

0
226
માવઠાનો માર
માવઠાનો માર

માવઠાનો માર  :  શિયાળો મધ્ય પર પહોંચ્યો પરંતુ હજુ પણ રાજ્યમાં શિયાળાની જોવે તેવી શરૂઆત ન થઇ હોય તેમ ઠંડી પડી રહી નથી, ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં ગાત્રો થીજાવે તેવી ઠંડી પડવાની આગાહી કરી છે, પરંતુ આ પહેલા રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી પણ કરવામાં આવી છે, રાજ્યના ખેડૂતો પર પડતા પર પાટું છે ત્યારે વધુ એક માવઠાનો માર ગુજરાતના ખેડૂતોની કમર તોડી શકે છે.

     

માવઠાનો માર


હવામાન વિભાગે જણાવ્યું છેકે, અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો ૨૨-૨૩ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલ્ટાવાળું રહે અને વાદળવાયું, માવઠાનો માર જેવું રહશે. જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

સામાન્ય રીતે અરબ સાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયકલોન બને છે. ૧૮૯૧થી ૧૯૬૦ સુધીમાં જોઈએ તો ડિસેમ્બર માસમાં અરબ સાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું. વળી અલ નીનોના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે.  

માર

માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાઈ શકે છે -માવઠાનો માર


ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લામા ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની શક્યતાઓ હવામાન તજજ્ઞોએ વ્યક્ત કરી છે. જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતનો વિષય બની છે.

વિક્ષેપની અસર હેઠળ પાકિસ્તાનમાં વાદળો આવ્યા હોય  છે અને ધીરે ધીરે તા.૧૬થી ૧૮માં ઉત્તર ભારતના ભાગોમાં આવવાની શક્યતા છે ત્યારે આગામી ૧૯ તારીખ સુધીમાં ગુજરાતમાં વાદળો આવી શકે.   પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ તા.૧૬ થી ૧૮ દરમ્યાન રાજ્યમાં હવામાન પલટો મારી શકે છે  અને તા.૨૩મી ડિસેમ્બર સુધીમાં નાતાલ પૂર્વે માવઠું થવાની શક્યતા રહે. આ માવઠાની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ભાગ અને છેક ગુજરાતના ભાગ સુધી અસર થવાની શક્યતા રહેશે.

ગુજરાતે ફરી સહવો પડશે માવઠાનો માર


આ વખતે અરબ સાગરનો ભેજ પણ મળે અને પશ્ચિમી વિક્ષેપની અસર તળે આ ભેજ ભળી જતા ગુજરાતના ભાગો સુધીમાં માવઠું થવાની શક્યતા રહે. ઉત્તર ભારતના ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ અને કરાં સાથે પડવાની શક્યતા રહે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે. દક્ષિણ ચીન તરફ ચક્રવાતોના કારણે ચીનની બાજુમાં ચક્રવાતોનું નામ અલગ ગણાય છે પણ આ ચક્રવાતના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે

તમે આ પણ વાંચી શકો છો

કડકડતી ઠંડી માટે થઇ જાઓ તૈયાર ! આ તારીખથી શરુ થશે હાડ થીજાવતી ઠંડી !