માત્ર ત્રણ મહિનામાં જ ઘટાડો વજન

0
228

વજનમાં વધારો થવાની સમસ્યાથી લગભગ આજે સૌ કોઈ લોકો પરેશાન છે..વધતાં જતા વજનને અટકવાનો શ્રેષ્ઠ ઉપાય જાણવા માટે આર્ટીકલ રીડ કરો…

235dea60 d46b 11ed aa8e 31a9f3ff4e07

edited

આજના સમયમાં લોકોની ફરિયાદ રહે છે કે તેઓ અડધો કિલોમીટર ચાલે છે અને થાકી જાય છે… શરીરમાં સ્થૂળતા વધી રહી છે , પરિણામે થોડીક પણ મહેનત કરીએ તો થાકી જવાય છે. ઘણા લોકો કહે છે કે થોડા વર્ષો પહેલા 30 – 40 ડગલા દોડીને હું બોલિંગ નાખતો હતો. થર્ડ મેન બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ એ મારી મનપસંદ પોઝીશન હતી. આજે સ્લીપમાં પણ ઉભા રહેવાની ક્ષમતા નથી. દોડીને બોલિંગ નાખવાની વાત તો દૂર રહી પરંતુ એક સાધારણ કેચ પણ પકડવામાં સંતુલન રહેતું નથી. જયારે કોઈ પણ આ ફરિયાદ ડોક્ટર પાસે લઈને જાય છે ત્યારે ડોક્ટર પાસેથી સલાહ મળે છે કે, જીમ કરો રોજે 45 મિનીટ જેટલું ચાલો કસરત કરો.. આ સલાહ ઘણા ખરા કિસ્સામાં ફક્ત સલાહ બની ને જ રહી જાય છે.. કારણ કે લોકો કહે છે કે કસરત કરવા અને ચલાવા માટે તેમની પાસે યોગ્ય સમય નથી…

અનિંદ્રાના કારણે વધે છે વજન ?

આ બધા વચ્ચે સ્થૂળતા વધે છે…  અને જંક ફૂડ અનિયમિત નિંદ્રા લેવી અને બેઠાડું જિંદગીના કારણે લોકોની ફાંદમાં વધારો થયો છે ત્યારે હવે પ્રશ્ન એ થયો છે કે વધતી જતી ફાંદને કે વધી ગયેલી ફાંદને કાઈ રીતે અટકાવી શકાય?

વધતાં જતા વજનને કઈ રીતે અટકાવી શકાય ?

તજજ્ઞો કહી રહ્યા છે કે સ્થૂળતા ઘટાડવા માટે ભોજનમાં ઘઉંના લોટની જગ્યાએ જવના લોટની રોટલીનો ઉપયોગ કરો… જવનો લોટમાં ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જેમાંથી કેટલાક ફોસ્ફરસ, મેંગેનીઝ, કેલ્શિયમ અને કોપર છે. જવ શરીરની ચરબી ઘટાડે છે.

ભોજનમાં ભાત, બટેટા અને તળેલી વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી લેશો નહીં.

મોટાભાગના લોકોને બટાકા ખૂબ જ ભાવતા હોય છે. બટાકા માં સારી માત્રામાં ફાઈબર અને વિટામીન સી પણ હોઈ છે. બટાકાને શાકનો રાજા પણ કહેવામાં આવે છે કેમકે બટાકા એક એવું શાક છે કે જે કોઈપણ શાક સાથે ખૂબ આસાનીથી ભળી જાય છે. બટાકા આપણા શરીર નું વજન વધારવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમે બટાકા ને જેટલા તેલમાં ડુબાવીને ખાશો એટલા જ તે મોટાપણું વધારે છે એટલે કે બટાકાનું સેવન કરવાથી વજન વધે છે. જી હા, બટાકા માં રહેલા ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ શરીને ફૂલાવે છે.

શાકભાજી શરીર માટે ખૂબ જરૂરી છે એટલે જ તમારે લીલા શાકભાજી ખાવા જોઈએ… દરરોજ અડધો કલાક ચાલવાની સાથે ખાલી પેટે એક લીંબુનો રસ અને એક ચમચી મધ નાખીને નવશેકું પાણી પીવુ જોઈએ..

માત્ર ત્રણ મહિના આ પ્રયોગ કરી જુઓ અને પરિણામ મળે તો બીજાને પણ રાહ ચિંધશો.

વધુ સમાચાર માટે જોવો વીઆરલાઈવ યુટ્યુબ ચેનલમાં આ વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો.