ભારત રશિયા પાસેથી ક્રુડની ખરીદી કરશે

0
551

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામણએ અમેરિકમાં આઈએમએફની સ્પ્રિંગ મીટીંગમાં ભારતની ઈકોનોમીના પડકારો વિષે વાત કરી હતી. વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારામણએ કહ્યું કે જો ઓપેક દેશો દ્વારા ક્રુડના ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવ્યા પછી ક્રૂડ ઓઈલનાં ભાવ વધશે તો ભારત રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે. ભારતની ઈકોનોમી માટે ક્રૂડ ઓઈલની ખરીદી મહત્ત્વની હોવાથી અમે સસ્તામાં સસ્તી કિંમતે તેની ખરીદીનાં સોદા કરતા રહીશું. તેમણે કહ્યું કે, રાજકોષીય ખાધને 5.9 ટકાનાં દરે સીમિત રાખવા તમામ પગલાં લેવાશે. સરકારી કંપનીઓનાં ખાનગીકરણની ગતિ ધીમી છે પણ કંપનીઓને ટકાવી રાખવા તમામ પગલાં લેવાઈ રહ્યા છે.