ભારતમાં આ જગ્યાએ પાછા આવ્યા માસ્ક પહેરવાના દિવસો

0
132

કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં માસ્ક ફેરવું ફરજીયાત

કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી આદેશનો અમલ કર્યો છે. જિલ્લા કલેક્ટર ઇ વલ્વને જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી સાવચેતીના પગલાં અમલમાં મૂક્યા છે. જાહેર સ્થળો, બીચ રોડ, પાર્ક અને થિયેટરમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. આ સિવાય હોસ્પિટલ, હોટેલ, બાર, રેસ્ટોરાં, દારૂની દુકાનો, હોસ્પિટાલિટી અને મનોરંજન ક્ષેત્રો, સરકારી કચેરીઓ અને વ્યાપારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.