આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો અલ્પકાલીન વિસ્તારક કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વસ્તિક હોલમાં કાર્યક્રમમાં હાજરી આપી
ભાજપનો મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સ્વસ્તિક હોલમાં કાર્યક્રમમાં હાજરી આપીહતી.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે ભોપાલમાં આયોજિત કાર્યક્રમ ‘મેરા બૂથ, સબસે મજબૂત’ આપણા મહેનતુ કાર્યકરોના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને નવી ઉર્જા ‘PM મોદીએ ભારતના યોગ, જ્ઞાન, વિજ્ઞાન, પર્યાવરણ, આધ્યાત્મિકતા, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ કલ્યાણનો સંદેશ આપ્યો છે. ભાજપનું કામ ભારતનું કામ બની ગયું છે.વડાપ્રધાને તમેના સંબોધનમાં કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યાં હતાં. અને જણવ્યું હતું કે દેશની જનતા એ 2024માં દેશની જનતાએ ભાજપને ચૂંટાઈને લાવવાનું મન બનાવી લીધું છે.. વિપક્ષ દળ એટલે બોખલાઈ ગયા છે વિપક્ષની એકજુથતા એટલે ભ્રષ્ટાચારની ગેરેંટી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે RJD પર અનેક ઘોટાળા ના આરોપ છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભાજપને સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં મધ્ય પ્રદેશની ધરતીની ખૂબ મોટી ભૂમિકા છે.આજે મને દેશના 6 રાજ્યોને એકસાથે જોડતી 5 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવાની તક મળી છે. આ આધુનિક વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટી માટે હું મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ