જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે દ્વારકા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ આક્રોશ સાથે દુ:ખ વ્યક્ત કર્યું છે.
શંકરાચાર્ય સ્વામી સદાનંદસરસ્વતીએ કહ્યું કે, કાશ્મીરના પહેલગામની દુ:ખદ ઘટનાની સૂચના સાંભળીને એ સમજમાં આવી ચૂક્યું છે કે, લોકો એમ કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હતો. જોકે હવે સિધ્ધ થઈ ચૂક્યું છે કે, આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્ય બનાવી તેમની હત્યા કરી છે.
આ સાથે શંકરાચાર્ય સ્વામી સદાનંદસરસ્વતીએ કહ્યું કે, ધર્મ શબ્દનો અર્થ ન જાણવાને કારણે આતંકવાદને ધર્મને સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું તો એ જ કર્તવ્ય છે કે, હત્યા કરો, ત્રેતાયુગમાં રાવણની પણ આજ કર્તવ્ય હતું, આ જ ધર્મ હતો એમનો… દ્વાપરયુગમાં કંસનો પણ આ જ ધર્મ હતો. કલિયુગમાં આ આતંકવાદી આપણી રાષ્ટ્રીયતાને નુકશાન કરી રહ્યા છે.
દ્વારકા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન
આજે આપણાં દેશની સેના, ત્રણેય સેના, જળ સેના, થલ સેના અને વાયુ સેના એટલી મજબૂત અને સક્ષમ છે કે સામસામે યુદ્ધ કરવાની કોઈની હિંમત નથી. સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, ભારતને કમજોર કરવા માટે આતંકવાદનો સહારો લઈ વિદેશી ષડયંત્રકારી આ પ્રકારની યોજનાઑ કરે છે. આપણે સમજવું પડશે કે, આપણી એકતા જ આનો જવાબ છે.
સમસ્ત હિન્દુઓએ પક્ષીય રાજનીતિથી ઉપર આવી એક થવું જ જોઈએ, અને આ જ તેમની માટે સૌથી મોટો જવાબ હશે. આપણી સુરક્ષા કરવાનો અધિકાર તો આપણને હોવો જ જોઈએ. જેમ સ્વતંત્રતાનો અધિકાર આપણે પ્રાપ્ત કર્યો તેમ, ધર્મ પાલનની પણ સ્વતંત્રતા પણ અમને હોવી જોઈએ.

પહેલગામ હુમલાની ઘટનાને સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી
Blackmailing પત્રકારત્વને નહિ રોકી શકે આતંકવાદીઓના એટેક પછી Swaminarayan જલસો અને ઉત્સવોમાં મશગુલ