દિલ્હી પોલીસ ને બૃજભુષણ શરણ સિહ વિરુદ્ધ ન મળ્યા પુરાવા- કોર્ટમાં રિપોર્ટ રજુ

0
184

દિલ્હી પોલીસે બૃજ ભુષણ શરણને લઇને કોર્ટમા રિપોર્ટ જમા કર્યો

રિપોર્ટ મુજબ યૌન શોષણના કોઇ પુરાવા મળ્યા નથી,

મહિલા પહેલવાનોના કેસમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે, દિલ્હી પોલીસ એ  યૌન શૌષણ મામલે તપાસ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરી છે,  સાથે નાબાલિગ યૌન શૌષણ માટે 550 પેજની અરજી કોર્ટમાં દાખલ કરી છે,ત્યારે હવે 31 જુલાઇએ કોર્ટમા આગામી સુનાવણી થશે,,તમને જણાવી દઇએ કે દિલ્હી પોલીસ એ પોતાના રિપોર્ટમાં યૌન શોષણના કોઇ પણ પુરાવા ન હોવાનું જણાવ્યું સાથે નાબાલિગના ફરિયાદ માટે કન્સિલેનશન રિપોર્ટ પણ મુક્યુ છે, એટલે કે પોક્સો  કેસમાં અરજી પરત લેવાનો રિપોર્ટ કર્યો છે, તમને જણાવી દઇએ બૃજભુષણ શરણ ઉપર મહિલા પહેલવાનોના શોષણનો આરોપ હતો,,જેને લઇને ખેલ મંત્રી સાથે 15મી જુન સુધી ચાર્જશીટને લઇને ખેલાડિયોએ પોતાનો આંદોલન સ્થિગિત કર્યો હતો, પણ આ ઘટનાથી પહેલવાનો અને તેમના સમર્થકો ભડકી ગયા છે,

વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક

તમને જણઆવી દઇએ કેએક તરફ કુસ્તીબાજ ખેલાડિયોની સમર્થનમાં ખાપ પંચાયતોએ સરકારને 9 જુન સુધી અલ્ટીમેટમ આપી દીધુ છે, ત્યારે બીજી તરફ ભાજપ સાસંદ અને યૌન શોષણ કેસનો આરોપી બ્રિજ ભુષણ શરણ સિંહે અયોધ્યામાં 5 જુને થનારી સંતોની રેલીને કેન્સલ કરી દીધી છે, બ્રિજ ભુષણે જણાવ્યુ છે કે સુરક્ષાના કારણોથી આ રેલી કેન્સલ કરાઇ છે, તમને જણાવી દઇએ કે બૃજ ભુષણે પોતાના સમર્થનમાં સંત સમ્મેલનનું આયોજન કર્યું હતું,જેમાં પોક્સો કાયદાને રદ્દ કરવાની માંગ થવાની હતી, પણ જે રીતે ખેલાડિયોના સમર્થનમા ખેડુતો અને ખાપ પંચાયતો આવી હતી,તેનાથી ડરીને ભાજપ હાઇકમાન્ડે આ રેલી કેન્સલ કરવા માટેન સૂચના બ્રિજ ભુષણને આપી હતી, તેમ સુત્રો કહી રહ્યા છે,

તે સિવાય છેલ્લા થોડા દિવસોથી એક મુદ્દો ચાલી રહ્યો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દો ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો છે અને બંને વચ્ચેનો આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે હાલ બૃજભૂષણ શરણ સિંહ પર વધુ એક નવો આરોપ લગાવવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે એક કુસ્તીબાજનો આરોપ છે કે બૃજભૂષણ સિંહ હેલ્થ સપ્લિમેન્ટ્સ આપવાના બહાને તેમની પાસેથી સેક્સ્યુઅલ ફેવરની માંગ કરતો હતો. આ આરોપો ગોલ્ડ મેડલ વિજેતા મહિલા રેસલર દ્વારા લગાવવામાં આવ્યા છે. કુસ્તીબાજનો આરોપ છે કે જે દિવસે તેણે એક મોટી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી અને તે દિવસે બૃજભૂષણ તેને પોતાના રૂમમાં બોલાવી હતી. તેણે જબરદસ્તી મને તેની બાજુમાં બેસાડીને ગળે લગાવી. મહિલા રેસલરના કહેવા પ્રમાણે, આ બધું તેની સંમતિ વિના કરવામાં આવ્યું હતું.