પંજાબ , હરિયાણા કાશ્મીરમાં ભારે વરસાદની આશંકા
હવામાન વિભાગે વાવાઝોડાં અને હળવા વરસાદને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે, જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે 19-20 એપ્રિલે દિલ્હીમાં વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. દરમિયાન, મળતી માહિતી મુજબ, ભારે પવનના કારણે દિલ્હીથી જયપુરની પાંચ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. IMDના નવીનતમ સેટેલાઇટ ઇમેજ અને રડાર અવલોકનો અનુસાર, બુધવારે પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ માટે સ્થિતિ અનુકૂળ છે. આ સાથે આ રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ, ગાજવીજ, વીજળી, જોરદાર પવન અને કરા પડવાની સંભાવના છે. ગુરુવારે પણ દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 40.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.