HomeGujaratદાહોદમાં ૪૩ લાખના ખર્ચે કરાશે રાવળ સમાજના મુક્તિધામનુ ડેવલોપમેન્ટ

દાહોદમાં ૪૩ લાખના ખર્ચે કરાશે રાવળ સમાજના મુક્તિધામનુ ડેવલોપમેન્ટ

દાહોદ શહેરમાં રાવળ સમાજના સ્મશાનનું  ખાતમુહુર્ત કરવામાં આવ્યું

દાહોદ શહેર વોર્ડ નં ૯ ના પડાવ વિસ્તારમાં ૪૩ લાખના ખર્ચે રાવળ સમાજના મુક્તિધામનુ ડેવલોપમેન્ટ નુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં રાવળ સમાજની  ખૂબ લાંબા સમયથી માંગણી હતી કે આવેલ રાવળ સમાજનું સ્મશાન ડેવલપમેન્ટ ને ઝંખી રહ્યું હતું અને આ પડતર માંગણી અંતર્ગત રજૂઆતો ને ધ્યાને લઈ દાહોદ સ્માર્ટ સિટી દ્વારા આ કામને મંજૂરી આપતા દાહોદ વનખંડી હનુમાન મંદિરની સામે આવેલ સ્મશાનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત દાહોદ નગર સેવા સદનના પ્રમુખ રીના પંચાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પક્ષના નેતા રાજેશ શેહતાઈ સહિત પાલિકાના સભ્યો અને રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments