માર્ચ ૨૦૨૩માં પૂર્ણ થતા ક્વાટરમાં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીનો વૃદ્ધિ દર 6.૧ ટકા રહ્યો હતો. ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાટરમાં આ અંક ચાર ટકા જેટલો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ચોથા ક્વાટરમાં દેશની જીડીપીમાં 6.૧ ટકાનો વધારો થયો છે. જોકે ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં જીડીપી વૃદ્ધિ દર 7.૨ ટકા જેટલો હતો. તો વર્ષ ૨૦૨૧-૨૦૨૨નો જીડીપી 9.૧ ટકા હતો. તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે કોર સેક્ટરમાં વિકાસની ગતી મંદ જોવા મળી જોવા મળી રહો છે.ક્રુડ તેલ,નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ્સ અને વીજળીના ઓછા નિર્માણને પગલે વિકાસની ગતિ મંદ પડી ગઈ હતી. નાણાંકિય મુશ્કેલીઓ વચ્ચે ભારતે કમાલ કરી બતાવી છે. ભારતે વર્લ્ડ બેંકના અંદાજ કરતા પણ વધારે વિકાસ દર હાંસલ કરી બતાવ્યો છે.