ફુમીયો કીશિદા હાલ સુરક્ષિત થયા
પાઈપ બોમ્બથી કરાયો હુમલો
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પર જીવલેણ હુમલાની ઘટના બની છે. વાકાયામા શહેરમાં ભાષણ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર પાઇપ બોમ્બ ફેંક્યો હતો. જો કે, બોમ્બ વિસ્ફોટ થાય ત્યાં સુધીમાં પીએમ કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એવા અહેવાલ છે કે જ્યાં ભાષણ થવાનું હતું ત્યાંથી કિશિદાને બહાર કાઢવામાં આવ્યા તે બાદ જ મોટો ધડાકાનો અવાજ સંભળાયો હતો.