ચાલો સૌ સાથે મળીને સાંસ્ક્રુતિક વારસાનું જતન કરીએ

0
322

દર વર્ષે 18 એપ્રિલના વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવાના ઉદેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવેછે. જો સમગ્ર વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં ૧૧૫૭ જેટલી કુલ ધરોહરો છે જેમાંથી લેટીન અમેરિકા અને કેરેબિયનમાં ૧૪૬ ધરોહરો છે જેમાં 100 સંક્સૃતિક , 38 કુદરતી અને આઠ મિશ્ર ધરોહરોનો સમાવેશ થાય છે. યુરોપ અને નોર્થ અમેરિકામાં કુલ ૫૪૬ ધરોહરો છે જેમાંથી ૪૬૯ સાંસ્ક્રુતિક , 66 કુદરતી અને 11 મિશ્ર ધરોહરોનો સમાવેશ થાય છે. એશિયા અને પેસેફિકમાં ૧૯૫ સાંસ્ક્રુતિક , 70 કુદરતી અને 12 મિશ્ર એમ કુલ ૨૭૭ ધરોહરોનો સમાવેશ થાય છે. આરબ રાજ્યોમાં ૮૨ સાંસ્ક્રુતિક , પાંચ કુદરતી અને ત્રણ મિશ્ર એમ કુલ 90 ધરોહરોનો સમાવેશ થાય છે. અને આફ્રિકામાં કુલ 98 ધરોહરો છે જેમાં 54 સાંસ્કૃતિક , 39 કુદરતી અને પાંચ મિશ્ર ધરોહરોનો સમાવેશ થાય છે. ભારત દેશમાં અંદાજીત 40 જેટલા ધરોહરો છે. ભારતમાં મહારાષ્ટ્રમાં પાંચ વિશ્વ વિરાસત સ્થળ છે ત્યારે બીજા નંબર પર ગુજરાતની સાથે રાજસ્થાન છે જ્યાં 4-4 વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ આવેલી છે. ત્યાર બાદ આસામ,બિહાર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પ.બંગાળ અને સિક્કીમમાં 2-2, દિલ્હી, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 3-3 જ્યારે ચંદિગઢ,ગોવા, કેરળ, ઓરિસ્સા, તેલંગણા, ઉતરાખંડમાં 1-1 વિશ્વ વિરાસત સ્થળો છે.