ગોવાભાઇ દેસાઈ ભાજપમાં જોડાયા

0
63
Govabhai Desai joined BJP
Govabhai Desai joined BJP

ગોવાભાઇ દેસાઈ ભાજપમાં જોડાયા

ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો

મોટી સંખ્યામાં ગોવાભાઇ દેસાઈના સમર્થકો પણ ભાજપમાં જોડાયા

બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પીઢ આગેવાન નેતા અને સૌથી વધારે વખત વિધાનસભાની ચૂંટણી લડવાનો અનુભવ ધરાવતા ગોવાભાઇ દેસાઈ ભાજપમાં જોડાયા હતા.વિશાળ જનમેદની અને ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગોવાભાઇ દેસાઈએ  ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો ભાજપનો ખેસ પહેરતા પહેલા ગોવાભાઇના સમર્થકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અલગ અલગ આગેવાનો એ પણ ગોવાભાઈની સાથે કેસરિયો ધારણ કર્યો હતો. કેસરિયો ધારણ કરતાની સાથે જ ગોવાભાઇ દેસાઈ ભારતીય જનતા પાર્ટીનો એ કાર્યકર બનીને કામ કરવા ખાતરી આપી હતી અને સમાજના લોકોને અને તેમની સાથે જોડાયેલા સમર્થકોને પણ આવનારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં એક બની પાર્ટીનો વ્યાપ વધારવા માટે મહેનત કરવા આહવાન કર્યો હતો.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જણાવ્યું હતું કે ગોવાભાઇને ભારતીય જનતા પાર્ટીમાં પદ સાથે માન સન્માન પણ મળશે અને માલધારી સમાજે જે આટલી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટે ખભે થી ખભો મિલાવ્યો છે તો તેમને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની પણ ખાતરી આપી હતી… ડીસામાં સીઆર પાટીલ ના આગમન સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને માલધારી સમાજના યુવાનો દ્વારા વિશાળ બાઈક રેલીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો પક્ષના હોદ્દેદારો પાર્ટીના કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા ભાજપમાં સામેલ થતા ગોવાભાઇ દેસાઈ તરફથી સીઆર પાટીલને પાઘડી કોટી અને હાથમાં માલધારી સમાજનું પ્રતીક એવી લાકડી આપી સન્માન કરાયું હતું. સી આર પાટીલ ના આગમની સાથે બાલિકાઓ દ્વારા કળશ લઇ સીઆર પાટીલ ને કુમ કુમ્ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ