બીમારીઓ થી મળશે છુટકારો
મોસમી ફાળો ખાવા થી મળે છે સારા ફાઈબર્સ
ઉનાળા ની ઋતુ શરુ થઇ ચુકી છે એવામાં આક્ર તડકા અને ગરમી ને કારણે લોકો ના હાલ બેહાલ થઇ જતા હોય છે.તેમજ આ ઋતુ માં અપચો અને ડીહાઈડ્રેસન જેવી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે.ડોક્ટર પણ વધુ માં વહુ પાણી પીવાની જ સલાહ આપે છે.આ સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારવાની જરૂર પડે છે.જેથી મોસમી રોગો થી પણ બચી શકાય છે. ખાસ કરી ને સંતરા,અનાનસ,જાંબુ, લીચી,અને તરબૂચ જેવા ફાળો માં સારી માત્ર માં ફાઈબર્સ હોય છે જેનું સારી માત્ર માં સેવન કરવું જોઈએ.
ખાસ કરી ને આ સીઝનલ ફળો માં જોવા મળતા ફાયબર્સ
સંતરા: મોટા મોટા હેલ્થ એક્સપર્ટ ના મત અનુસાર ઉનાળા માં સંતરા જેવા ફાળો નું સેવન ખુબ જ સારા પ્રમાણ માં કરવું જોઈએ. તેમાં વધુ માત્ર માં વિટામીન સી અને બીટા કેરેટીન હોય છે જે શરીર માં એનર્જી નો સંચાર કરે છે.
જાંબુ: જાંબુ ઉનાળામાં થતી શરીર ની સમસ્યાઓ ને દુર કરી ને આયર્ન,કેલ્સિયમ, મેગ્નેસિયમ,ફોસ્ફરસ,તેમજ વિટામીન સી જેવી કમી ને દુર કરે છે..
અનાનસ: અનાનસ શરીર માં રહેલી ચરબી ને ઘટાડવા માં મદદ કરે છે.તેમજ શરીર માં થતી દરમી થી પણ રક્ષણ આપે છે.
લીચી: આ ફળ ખાસ કરી ને દરેક ઋતુ માં ખાવા જોઈએ.તેમાં વિટામીન સી અને કેલ્સિયમ ભરપુર માત્ર માં જોવા મળે છે.
તરબૂચ: ઉનાળા નીસીઝાન માં સૌથી વધુ ખવાતું ફળ તરબૂચ છે. તેમાં સૌથી વધુ માત્ર માં મિનરલ્સ જોવા મળે છે.