કોલકાતાના અલીપોર ઝૂઓલોજિકલ પાર્કમાં કરાઈ વિશેષ વ્યવસ્થા

0
325

હીટ સ્ટ્રોકની સંભાવના સામે પ્રાણીઓને રક્ષણ

કોલકાતાના અલીપોર ઝૂઓલોજિકલ પાર્કમાં પ્રાણીઓ માટે ગરમીની સ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આલીપોર પ્રાણીસંગ્રહાલયના સત્તાવાળાઓએ પ્રાણીઓ માટે, ખાસ કરીને વાંદરાઓ, ચિમ્પાન્ઝી અને પક્ષીઓ માટે એર કૂલર અને પાણીના છંટકાવની વ્યવસ્થા કરી છે જેથી હીટ સ્ટ્રોકની સંભાવના સામે બચાવી શકાય. અલીપુર ઝૂના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પાર્થ દેવનાથે જણાવ્યું હતું કે અધિકારીઓના નિર્દેશ મુજબ પ્રાણીઓ માટે હીટવેવ અને સૂર્યના કિરણોથી બચાવવા વ્યવસ્થા કરવામાં આવી છે.