કેરળના કોઝિકોડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઝિકોડમાં રવિવારે એક વ્યક્તિએ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા બાબતે થયેલી બોલાચાલીમાં એક મુસાફરને આગ ચાંપી દીધી હતી. રેલ્વે પાસેથી મળેલી માહિતી મુજબ, આગમાં ઘણા લોકો દાઝી ગયા હતા અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. રેલવે અધિકારીએ જણાવ્યું કે આગને કારણે અલપ્પૂજા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધી હતી. જે બાદ ટ્રેન ધીમી પડતા આરોપી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે આરોપીની ઓળખ થઈ શકી નથી. રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના રવિવારે રાત્રે લગભગ 9.45 વાગ્યે બની હતી જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરીને કોરાપુઝા રેલવે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન ટ્રેનમાં બેસવા માટે બે લોકો વચ્ચે ઝઘડો થયો અને વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દીધી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે ઘટના બાદ તરત જ ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.