કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ કર્યું બૈસાખી પાર્ટીનું આયોજન

0
137

રાજદ્વારીઓએ પરંપરાગત પોશાક પહેરીને કર્યું નૃત્ય

કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ સોમવારે દિલ્હીમાં વિદેશી રાજદ્વારીઓ માટે બૈસાખી પાર્ટીનું આયોજન કર્યું હતું.  આ દરમિયાન રાજદ્વારીઓ પરંપરાગત પોશાક પહેરીને ડ્રમ બીટ પર નૃત્ય કરતા જોવા મળ્યા . બૈસાખી એ વૈશાખ મહિનાનો પ્રથમ દિવસ છે અને પરંપરાગત રીતે વાર્ષિક 13 એપ્રિલ અને ક્યારેક 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસને મુખ્યત્વે ઉત્તર ભારતમાં વસંત લણણીની ઉજવણી તરીકે જોવામાં આવે છે. લેખીએ જણાવ્યું કે  “ભારતના બંધારણ” પરના સેમિનારને સંબોધિત કરતી વખતે લેખીએ જણાવ્યું હતું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ છે, અને તે અન્ય ઘણા દેશો માટે એક બોધપાઠ છે