દાયકાઓથી ભયના હેઠળ જીવી રહ્યા હતા ખીણના લોકો
દાયકાઓથી બંદૂક અને ભયના છાયામાં જીવી રહેલા જમ્મુ-કાશ્મીરના લોકોએ ઘણું ગુમાવ્યું છે. લોકો પોતાની સુંદરતા, કલા અને પરંપરાને પણ ભૂલી રહ્યા છે. આ પરંપરાઓમાંની એક વર્ષો જૂની પરંપરા ‘સેહર ખવાની’ છે. જેને લોકો ધીરે ધીરે ભૂલી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અપ્રિય ઘટનાઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને શાંતિનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, જેના કારણે ડોડાના કેટલાક સ્થાનિક રહેવાસીઓએ લગભગ 30 વર્ષ પછી ‘સેહર ખવાની’ વિધિ શરૂ કરી છે