અહી છે છેલ્લા 23 વર્ષથી સમોસાની કિંમત માત્ર 1 રૂપિયો

0
85

ઝારખંડના રાંચીમાં મોંઘવારીમાં મળે છે 1 રૂપિયામાં સમોસા

સમોસા એ ભારતમાં સૌથી વધારે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે, જે લગભગ તમામ રાજ્યોમાં ઉપલબ્ધ છે. પરંતુ ઝારખંડના રાંચીનો આ ખાસ સમોસા તેની કિંમતના કારણે બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. રાંચીના સમોસા વિક્રેતા મનોજ કુમારે મોંઘવારી છતાં તેમના સમોસાની કિંમત 1 રૂપિયા યથાવત રાખી છે. તે છેલ્લા 23 વર્ષથી માત્ર એક રૂપિયાના પીસમાં સમોસા વેચે છે. તે એક દિવસમાં એક હજાર સમોસા બનાવે છે અને તે થોડા જ સમયમાં વેચાઈ જાય છે. તેમના મોટાભાગના ગ્રાહકોમાં વિદ્યાર્થીઓ, નજીકના ઓફિસ કર્મચારીઓ અને ડેમ સાઇટના મુલાકાતીઓનો સમાવેશ થાય છે.