HomeDeshબિહાર હિંસા અંગે પોલીસે કરી કાર્યવાહી,નાલંદામાં 15 અને સાસારામમાં 3 FIR

બિહાર હિંસા અંગે પોલીસે કરી કાર્યવાહી,નાલંદામાં 15 અને સાસારામમાં 3 FIR

બિહારમાં રામનવમીના દિવસે ફાટી નીકળેલી હિંસા બાદ હાલમાં પરીસ્થિતી કાબુમાં છે.  નાલંદા અને સાસારામમાં શાંતિપૂર્ણ સ્થિતિ છે.ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  નાલંદા હિંસાના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 15 FIR નોંધી છે અને 130 લોકોની ધરપકડ કરી છે જ્યારે સાસારામમાં 3 FIR નોંધીને 43 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને સ્થળોએ 4 એપ્રિલ એટલે કે મંગળવાર સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બિહારના બે જિલ્લામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.ત્યારબાદ બંને જગ્યા પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.  ADG જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments