રાજકોટના જીતુભાઈ ગોહેલને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું જીતુભાઈનું અસહ્ય વજન અને સ્થૂળતા. તેઓ ઇમીટેશન જ્વેલરીની છુટક મજુરી કરી આશરે ૧૦,૦૦૦ રૂ. માં ગુજરાન ચલાવતા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી સ્થૂળતાના લીધે કામ કરવા સક્ષમ ન હોઈને બેરોજગાર બન્યા હતા. છેલ્લા 3 વર્ષથી સ્થૂળતાના લીધે શારીરિક તેમજ માનસિક પીડાઓ ભોગવતા જીતુભાઈની વહારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી છે. સિવિલ હોસ્પિટલમાં રાજકોટના જીતુભાઈની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. જીતુભાઇને ઓપરેશન બાદ ૨ દિવસ વેંટીલેટર સપોર્ટ પર અને ત્યારબાદ ૧૦ દિવસ સુધી ૧૦ – ૬ લીટર/મીનીટ ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.૧૨ દિવસની પોસ્ટ ઓપરેટિવ કેર પછી જીતુભાઈ જાતે ચાલીને ઘરે ગયા હતા