વાસ્તુ શાસ્ત્રીઓનું પ્રથમ સેમિનાર યોજાયો
ગુજરાતના નામાંકિત વાસ્તુ એક્સર્ટ રહ્યાં ઉપસ્થિત
અમદાવાદના વસ્ત્રાપુરમાં સેમિનાર યોજાયો
વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા
અમદાવાદમાં વાસ્તુ શાસ્ત્રીઓનું પ્રથમ સેમિનાર યોજાયો હતો. પ્રાચીન ભારતના સાયન્સને વાસ્તુ શાસ્ત્રને કેહવામાં આવે છે..ભારતને વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં વાસ્તુ શાસ્ત્રીઓનું પ્રથમ સેમિનાર વસ્ત્રાપુરમાં યોજવામાં આવ્યું હતું..ગુજરાતના નામાંકિત વાસ્તુ એક્સપર્ટ્સ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા..સિનિયર વાસ્તુ એક્સપર્ટ્સ ડૉ..રવિરાવ, ડૉ. રવિ, ડૉ. તિસ્લા ડૉ.અમરીશ મહેતા, ધીરેન શાહ જેવા વિદ્વાન વાસ્તુ શાસ્ત્રીઓ ની હાજરીમાં સેમિનાર યોજાયો હતો. ભારતને વિશ્વ ગુરુ બનાવવાના પ્રયાસોના હેતુથી દરેક લોકો ઘર બનાવતા પહેલા વાસ્તુ શાસ્ત્રીની સલાહ મુજબ ઘર બનાવે તો તેમની સફળતાના માર્ગ મોકળા થઈ જાય છે.આ હેતુથી વાસ્તુ સેમિનાર યોજવામાં આવ્યો હતો. સેમિનારમાં વાસ્તુશાસ્ત્રી સાથે ચર્ચા અને મનોમંથન કરવામાં આવ્યું કે.. ભારત દેશના વાસ્તુ મુજબ બ્રહ્મ સ્થાન મધ્યપ્રદેશમાં આવેલું છે..ત્યારે કેન્દ્ર સરકાર સાથે મળી વધુ બ્રહ્મ સ્થાનનું નિર્માણ કરવામાં આવે..તેમજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. લોકો જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રનો ભેદ સમજતા નથી ત્યારે જ્યોતિષ શાસ્ત્ર થી અલગ વાસ્તુશાસ્ત્ર છે તે લોકોના ધર્મ અને કર્મની શક્તિ વધારનારુ શાસ્ત્ર છે..આ સેમિનારમાં વાસ્તુ શાસ્ત્રીઓએ વાસ્તુને શિક્ષણમાં શાળાકીય શિક્ષણ તેમજ કોલેજ શિક્ષણમાં અભ્યાસક્રમમાં સમાવવાની માંગ કરી.વાસ્તુશાસ્ત્રીઓ દ્વારા રાજ્ય સરકાર દ્વારા એક મંત્રાલય પણ બનાવવું જોઈએ જેથી કોઈપણ સરકારી ઇમારતોમાં અને ટાઉન પ્લાનિંગ માં વાસ્તુશાસ્ત્ર મુજબ જ તેનું બાંધકામ થાય તેમ જ તે દિશામાં જ વિકાસ થવો જોઈએ તેમ તે પ્રકારનું આયોજન થવું જોઇએ.અમદાવાદમાં વાસ્તુ શાસ્ત્રીઓનું સેમિનાર યોજાયું હતું .ત્યારે આ પ્રથમ સમેનિર છે.જે અમદાવાદમાં યોજવામાં આવ્યું છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ