એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે જ્યાંથી બે ભાષામાં થયા છે એનાઉન્સમેન્ટ
ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન બે રાજ્યોમાં વહેંચાયેલું છે, જ્યાં ટિકિટ કાઉન્ટર 1 રાજ્યમાં છે અને ટ્રેન અન્ય રાજ્યમાં સ્ટોપ કરે છે હકીકતમાં, તે ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલા નંદુરબાર જિલ્લામાં આવેલું નવાપુર રેલવે સ્ટેશન અને ગુજરાતનું ઉચ્છલ રેલ્વે સ્ટેશન છે. નવાપુર રેલવે સ્ટેશનનના સ્ટેશન માસ્ટર કહે છે, નવાપુર સ્ટેશને બે ફૂટ ઓવરબ્રિજ આવેલા છે. એક ગુજરાતના યાત્રીઓ માટે અને બીજો મહારાષ્ટ્રના યાત્રીઓ માટે. આ રેલ્વે સ્ટેશન વિશે સૌથી અલૌકિક બાબત એ છે કે બંનેની હદમાં અલગ-અલગ કાયદા લાગુ પડે છે આપને જણાવી દઇએ કે, નવાપુર એ એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે જ્યાંથી બે ભાષામાં એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે.જ્યારે નવાપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નજર નાખતા બોર્ડરની સીમા નજર પડી રહી હોય તેમ બે રાજ્યોના નવાપુર મહારાષ્ટ્ર અને ઉચ્છલ ગુજરાતમાં છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે મુસાફરો રેલવેમાંથી ઉતરતા હોય ત્યારે બંને રાજ્યોમાં ઉતરતા નજરે પડતા હોય છે.