પંચમહાલ ડેરી દ્વારા દૂધના પ્રતિકિલો ફેટે ભાવમાં વધારો

    0
    70

    પંચમહાલમાં પશુપાલકો  માટે  ખુશીના સમાચાર આવ્યાં છે. પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાતા તેમને ફાયદો થશે. પંચમહાલ ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કર્યો છે. જેમાં ભેંસના એ ગ્રેડ દૂધના ભાવમાં પણ વધાપરો કરાયો છે. ડેરીએ જણાવ્યું છે કે આ ભાવવધારો 11 એપ્રિલથી લાગૂ કરવામાં આવશે. અગાઉ દૂધના પ્રતિ કિલો ફેટના 750 રૂપિયા અને ભેંસના એ ગ્રેડ દૂધના પ્રતિ કિલો ફેટના 780 રૂપિયા ચુકવવામાં આવતાં હતાં. જેના બદલે હવે 11 એપ્રિલથી દૂધના પ્રતિ કિલો ફેટના 780 રૂપિયા એટલે કે 30 રૂપિયા વધારે અને ભેંસના એ ગ્રેડ દૂધના 800 રૂપિયા કિલો ફેટના એટલે કે 20 રૂપિયા વધારે ચુકવવામાં આવશે. પશુપાલકોને કિલો ફેટ દીઠ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.