સુરતમાં સાડીમાં યોજાયો વોકેથોન-15 હજાર મહિલાઓ જોડાઇ

0
34

ભારતની ઐતિહાસિક એવી સુરત સાડી વોકથોનમાં ઉમળકાભેર ભાગ લેવા માટે 15 હજાર જેટલી મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.સુરતએ ભારતનું ટેક્સ્ટાઇલ હબ છે અને તેની ગણના મીની ભારત તરીકે થાય છે કારણે દરેક પ્રાંતના લોકો રોજગારી અર્થે સુરત આવી ને વસ્યા છે. ત્યારે આજે યોજાયેલા સાડી વોકેથોનમા અલગ અલગ પ્રાંતની મહિલાઓએ પરંપરાગત સાડીમાં વોકથોનમાં ભાગ લીધો હતો.

સુરતના અલથાણ પોલીસ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ સુધી ત્રણ કિલોમીટરની આ સાડી વોકેથોનમાં મહિલાઓ ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલા, ઓડિશા, તેલાંગણા, પંજાબ, વેસ્ટ બેંગાલી, ,સિંઘ પ્રાંત,હિમાચલ પ્રદેશ,હરિયાણા,ઝારખંડ,બિહાર આંધ્રપ્રદેશની પારંપરિક સાડીમાં સજ્જ થઈ વહેલી સવારે પહોંચ્યા હતા.જ્યાં કેટલીક મહીઓ કલર કોડ ,તો કોઈ પટોડા, ઘરચોળું કે નવાવલી સહિત અલગ અલગ સ્ટાઈલમાં સાડીમાં જોવા મળી હતી.ત્રણ મીટર ના આ સાડી વોકેથોન મા મહિલા ઓ માટે મહિલાઓની પ્રિય પાણી પુરીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શહેરમાં ભણતી વિદેશની વિદ્યાર્થિનીઓ પણ આ સાડી વોકેથોનમાં ભાગ લીધો હતો. તેઓ દ્વારા ઈવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આશરે 20 જેટલી વિદ્યાર્થિનીઓ સાડી પહેરીને વોક કરવા માટે આવી પહોંચી હતી. આ ઉપરાંત શહેરમાં રહેતી વિદેશી યુવતીઓ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ટેક્સટાઇલ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ ,સુરત મનપા કમિશ્નર શાલિની અગ્રવાલ,મેયર હેમાલી બોધાવાલા એ ઝંડી આપી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

સુરતના મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતમાં પ્રથમ વખત યોજાઇ રહેલી આ 3 કિ.મી.ની સાડી વોકેથોનને લઈ મહિલાઓનાં ગ્રુપોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી હતો.વિવિધ રાજ્યોની વિશેષતા દર્શાવતી સાડીઓ પહેરીને વોકેથોનમાં જોડાવાની સાથે સાથે મહિલાઓનાં ગ્રુપો દ્વારા ચણિયા-ચોળી, એક સમાન કલરકોડ કે એક સમાન સ્ટાઇલમાં સાડી ધારણ કરી વોકેથોનમાં જોડાવવા માટે તૈયારીઓ કરાઇ હોવાથી આ ઇવેન્ટએ જમાવટ કરી હતી.

આ ઈવેન્ટ બાદ વોકેથોનમાં ભાગ લેનાર મહિલાઓ માટે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આવેલા સ્ટોલમાં વિનામૂલ્યે પાણીપુરી આપવામાં આવી હતી. સાથે સાથે ખમણ સહિતના સુરતના ફેમસ નાસ્તાના સ્ટોલ પણ લગાડવામાં આવ્યા હતા. જ્યાં ડિસ્કાઉન્ટથી નાસ્તો આપવામાં આવ્યો હતો. આમ આજની આ ઇવેન્ટમાં સુરતની મહિલાઓ એ સહભાગી થઇ સુરતની એકતા, મહિલા સશક્તિકરણ થકી ફીટ ઇન્ડિયા મુવમેન્ટનો સંદેશો આપ્યો હતો.