Home State Gujarat સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ...

સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ ?    

0
571
સ્વામીનારાયણ સંપ્રદાય
સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ   કચ્છ જીલ્લાના એક સરકારી કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવતા ભારે વિવાદ સર્જાયો છે, સરકારી આવાસના લોકાર્પણના કાર્યક્રમમાં સંતે જાહેર મંચ પરથી પાકિસ્તાનની….. સંબોધન કર્યું હતું જેના જવાબમાં હાજર લોકોએ જયનો સુર પુરાવ્યો હતો… શું છે સમગ્ર મામલો વાંચો અમારો આ અહેવાલ…..    

સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામિનારાયણના સાધુનો ફરી એકવાર વિવાદિત સંબોધનનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ PM આવાસ યોજનાના ઈ-લોકાર્પણનો કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામ બોલાવી જયઘોષની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી. જેને લઈને સભાના મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોપો પડી ગયો હતો. સ્વામીનો વીડિયો પણ હાલમાં વાઈરલ થયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે આવાસ યોજનાના કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવાઈ

રાપરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં PM આવાસ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન કે.પી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી… બોલતા લોકોએ પાકિસ્તાનનો જયકારો બોલાવી દીધો હતો. લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલી નાખ્યો. સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ પ્રકારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. બાદમાં સ્વામીએ કહ્યું કે, અનાજ ભારતનું ખાવ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને? સ્વીમીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ફરતો થઈ ગયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ વીડિયો આવ્યા બાદ શું કહ્યું?

સ્વામીનારાયણ સંપ્રદાય

વાઈરલ વીડિયો પર સ્વામીએ પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, મારો ભાવાર્થ ખોટો નહોતો. કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.

 

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું? ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ Operation Sindoor: ભારતમાં મહિલાઓ લગ્ન પછી સિંદૂર લગાવતી હોય છે. ભારતમાં સિંદૂર સુહાગનની નિશાની છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિંદૂર કેવી રીતે બને છે? પાકિસ્તાન દાવો કરે છે કે ભારત HAROP ડ્રોનનો ઉપયોગ કર્યો હતો ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આસમાને પહોચ્યોં સોનાનો ભાવ થયો વધારો રોહિત શર્માએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે IPL મેચો રદ થશે? BCCIએ આપ્યું મોટું અપડેટ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ દરમિયાન તમારે શું શું કરવું?? આવતી કાલે તૈયાર થઈ જજો !! માનો કે યુદ્ધ દરમ્યાન બ્લેક આઉટ થયું, તો શું સમજવું? નિયમ ખરેખર સમજવા જેવાં ભણવાની સાથે સાથે કેટલાક વિષયો જે શાળાઓમાં ફરજિયાત હોવા જોઈએ RIP Skype! બે દાયકા સેવા આપ્યાં બાદ આજથી રિટાયર્ડ ઇન્ડિયન બોલીવુડ સેલીબ્રીટીસ મેટ ૨૦૨૫ ધોરણ 12 પછી શું કરવું સમજાતું નથી? અમદાવાદના વાતાવરણમાં પલટો પાકિસ્તાનમાં ભૂકંપ અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ બે યુવતી સહિત અનિરુદ્ધ અને રાજદિપ જાડેજા કેદારનાથ ધામના કપાટ ખુલ્યાને યાત્રા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતોનો ખ્યાલ રાખવો કેદારનાથની જય! વૈદિક પરંપરાઓ, મંત્રોના જાપ અને હર હર ના નામ સાથે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા