YUVRAJSINH:પૂર્વ ક્રિકેટર અને અભિનેતા યોગરાજ સિંહ, જે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા છે, તેમણે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની જિંદગીની પીડા, એકલતા અને પરિવાર સાથેના તૂટેલા સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી. યોગરાજે કહ્યું કે તેઓ આજે સંપૂર્ણપણે એકલા છે અને ખાવા માટે પણ અજાણ્યાઓ પર નિર્ભર રહે છે.
વિન્ટેજ સ્ટુડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં યોગરાજે કહ્યું કે તેમની પહેલી પત્ની શબનમ કૌર અને દીકરો યુવરાજ ઘર છોડીને ગયા તે તેમની જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. તેમણે ભાવનાત્મક શબ્દોમાં કહ્યું––
“હવે હું મરવા માટે તૈયાર છું… જિંદગીમાં કંઈ નથી બચ્યું.”

યોગરાજે કહ્યું કે ક્રિકેટ અને ફિલ્મોએ તેમને પ્રખ્યાત બનાવ્યા, પરંતુ અંતે જિંદગી ફરી એ જ જગ્યા પર આવી ઊભી રહી જ્યાંથી શરૂ કરી હતી.
તેમણે કહ્યું:
“હું મારા નિર્ણયોથી ખુશ છું, પણ આજે એકલતો અનુભવાય છે… વૃદ્ધાવસ્થામાં મારી સાથે કોઈ નથી.”
YUVRAJSINH: “મા-દીકરો છોડીને ગયા — એ મારો સૌથી મોટો ઘા હતો”
પહેલી પત્ની સાથેના સંબંધો વિશે યોગરાજે કહ્યું:
“જે સ્ત્રી માટે હું બધું કરી દીધું, તેણે જ મને છોડી દીધો. યુવી અને તેની માએ ઘરે થી જવાનું એ મારો સૌથી મોટો આઘાત હતો.”
YUVRAJSINH: “યુવીને ક્રિકેટ રમાડ્યું, તે રમ્યો અને ચાલ્યો ગયો”
યોગરાજે કહ્યું કે તેમણે યુવરાજને ક્રિકેટમાં લીધો, ટ્રેનિંગ આપી, રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડ્યો,
પણ પછી જીવનમાં એકલો રહેવાનો વારો આવ્યો.
“યુવી રમ્યો અને જતો રહ્યો. મારું જીવન ફરી ખાલી થઈ ગયું.”

YUVRAJSINH:બીજો લગ્ન, બે બાળકો… અને ફરી એકલા
યોગરાજે કહ્યું કે બીજા લગ્ન બાદ થયેલા બાળકો પણ હવે અમેરિકા રહે છે.
ફિલ્મો કરી, જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા,
પણ અંતે ફરી એકલા જ રહેવાનો વારો આવ્યો.
YUVRAJSINH: “છેલ્લે બધાનો સરવાળો ‘0’”
“સમય વીતતો રહ્યો… અને હું ફરી એ જ જગ્યા પર આવી ગયો.
મેં મારી જાતને પૂછ્યું – શું આજે તારું કોઈ પોતાનું છે?
જવાબ ‘ના’ હતો.
સમજયું કે આ જ લખાયેલું હતું – અને કદાચ સારા માટે જ હતું.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો.




