
મુંબઈ સામેની મેચમાં બેંગ્લોરના ધારદાર બોલર સિરાજે ૧૧ બોલમાં ઓવર પૂર્ણ કરી!
૨ એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં બેંગ્લોરનો એકતરફી વિજય થયો હતો. આ મેચમાં મુંબઈ તમામ મોરચેથી નિષ્ફળ રહ્યું હતું, પરંતુ બેંગ્લોરના યુવા અને ખતરનાક બોલર મોહમ્મદ સિરાજે ખૂબ જ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મેચની 19મી ઓવરમાં મોહમ્મદ સિરાજે ત્રીજો બોલ ફેંકતા પહેલા ચાર વાઈડ ફેંક્યા હતા. પાંચમા બોલ પહેલા જ સિરાજે ફરી એકવાર વાઈડ ફેંક્યો હતો. જેના કારણે આ આખી ઓવરમાં કુલ 16 રન આવ્યા હતા. સિરાજે આ ઓવર 11 બોલમાં પૂરી કરી હતી. આમ સિરાજે IPL ઈતિહાસની સૌથી લાંબી ઓવર નાખી હતી. આ અગાઉ IPLમાં સૌથી લાંબી ઓવર નાખવાનો રેકોર્ડ મુનાફ પટેલના નામે હતો. વર્ષ 2012માં મુનાફ પટેલે ૧૦ બોલમાં ઓવર પૂરી કરી હતી.