રાજકોટમાં સત્તાના નશામાં ચકચૂર થયેલા ભાજપના યુવા સંગઠન નેતા જેલ હવાલે છે, જાહેરમાં ફાયરિગ કરવાના ગુનામા ભક્તિનગર પોલીસે કરણ સોરઠિયાની ધરપકડ કરી છે. પોલીસે તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનનો ગુનો તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોધ્યો છે, ત્યારે કરણ સોરઠિયાએ રાજકોટ મેટ્રો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પણ તે અરજીને કોર્ટે ફગાવી દીધી છે. જેથી ભાજપના યુવા નેતા રાજકોટ સેન્ટ્ર્લ જેલ હવાલે જવાનો વારો આવ્યો છે. એટલે કે સત્તાના નશામાં ચુર થઇને જાહેરમાં ફાયરિંગ કરવું આ યુવા નેતાને ભારે પડ્યો છે, તમને જણાવી દઇએ કે બુધવારે રાત્રે નવ વાગ્યે સોરઠિયા વાડી સર્કલ પાસે આવેલ શૌચાલયના કર્મચારીએ શૌચાલય બંધ કરી દીધો હતો,ત્યારે ગુસ્સે ભરાયેલા કરણ સોરઠિયાએ કર્મચારી સાથે માથા કુટ કરીને મારા મારી કરી હતી, કરણ નશામાં ધુત્ત હતો અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતુ, પહેલા તો પોલીસે તેની અટકાયત કરી હતી, અને ગુરુવારે બપોર સુધી ફરિયાદ થવામાં વિલંબ થયો હતો, પણ મીડિયામાં વાત આવતા પોલીસે ફરિયાદ લેવાની ફરજ પડી હતી.
સત્તાના નશામાં ચુર ભાજપના નેતા જેલ હવાલે
આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનનો ગુનો તેમજ હત્યાના પ્રયાસ
અરજીને કોર્ટે ફગાવી રાજકોટ સેન્ટ્રલ જેલ મોકલવાના આદેશ કર્યા
કોર્ટે જામીન ન આપતા પહોચ્યા સેન્ટ્રલ જેલ
રોફ જમાવવા કરેલું ફાયરિંગ હવે યુવા નેતાને ભારે પડ્યું
જાણો – ભારતીય નૈકાદળનો યુદ્ધ અભ્યાસ