લ્યો બોલો હવે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પણ દારુની મહેફિલ માણતા પકડાયા

    0
    214

    વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના સ્થાનિકોએ રેડ ‘ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ડો. હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળો કૈલાસ રાઠોડ વિદેશી દારૂ પીતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

    જે બાદ પત્રકારોએ વાંકાનેર સીટી પી.આઇ. છાસીયાને બાબતની જાણ કરતા તાત્કાલિક સીટી પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને સ્થાનિકોની હાજરીમાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરના કબાટની તલાશી લેતા તેમાંથી એક પરપ્રાંતિય બનાવટની ગ્રેવિટી વોડકા વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળા કૈલાસની ધરપકડ કરી હતી.

    વાંકાનેર સિવિલ હોસ્પિટલમાંસુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ખુદ વિદેશી દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો હતો, જેમાં હોસ્પિટલમાં પોતાની ચેમ્બરમાં જ દારૂની મહેફિલ બાબતે હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ બાબતે આરોપી સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર સામે કેવા પગલા ભરવામાં આવશે.