ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે
હવામાન વિભાગે અમદાવાદમાં આજે યલો એલર્ટ આપ્યું છે. લોકોને ગરમીમાં સાવચેત રહેવા અપીલ કરી છે.
આગામી બેદિવસમાં શહેરનું તાપમાન 40 ડીગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ગરમીના આક્ર પ્રકોપને કારણે શહેરમાં ગઈકાલથી જ બપોરે રસ્તાઓ સુમસામ થયા હતા. ગઈકાલે રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યાં તાપમાન 41.8 ડીગ્રીએ પહોંચ્યું હતું. જયારે અમદાવાદમાં 41.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ક મોસમી વરસાદની શક્યતા નથી
બંગાળની ખાડીમાં ઉદભવેલા મોચા વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહિ દેખાય .
આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં 42 ડીગ્રી તાપમાન પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ