૧૪ મે સુધીમાં રાજસ્થાનમાં પારો ૪૪ ડિગ્રીને પાર જઈ શકે
કોટામાં હીટવેવનો પ્રકોપ રહેવાની શક્યતા
ભીષણ ગરમીને જોતા રાજસ્થાનને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં ૧૪ મે સુધી વાતારણ શુષ્ક રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૨થી ૩ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ૧૪ મે સુધીમાં રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીને પાર જઈ શકે છે. પૂર્વી રાજસ્થાનના કોટામાં હીટવેવનો પ્રકોપ રહી શકે છે.