XiJinping: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે લીધો મોટો નિર્ણય
ચીનના પ્રમુખ શી જિનપિંગને ત્યાંના આજીવન નેતા માનવામાં આવે છે. પરંતુ, ત્યાં કંઇક એવું થઈ રહ્યું છે, જેના કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે, શી જિનપિંગે પોતાની નિવૃત્તિની જમીન તૈયાર કરી રહ્યા છે. હકીકતમાં, શી જિનપિંગે પોતાની શક્તિ પાર્ટીના વિભિન્ન વિભાગો અને સંગઠનો સાથે શેર કરી રહ્યા છે. હવે તેમણે સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય સંગઠનોને કેટલીક સત્તાઓ સોંપવાનું શરૂ કરી દીધું છે. તેમના 12 વર્ષથી વધુ શાસનમાં આ પહેલી વાર થઈ રહ્યું છે. આ નિર્ણયોથી એવી અટકળો શરૂ થઈ છે કે તેઓ રશિયાથી વ્યવસ્થિત રીતે પોતાની સત્તાનું હસ્તાંતરણ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ પોતાની સંભવિત નિવૃત્તિને ધ્યાનમાં રાખીને પોતાની જવાબદારીઓ ઘટાડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (CPC)ના શક્તિશાળી 24 સભ્યોના પોલિટિકલ બ્યુરોએ 30 જૂનના દિવસે પોતાની બેઠકમાં પાર્ટીના કાર્યકારી નિયમોની સમીક્ષા કરી હતી. ત્યારથી, શી જિનપિંગના સત્તા હસ્તાંતરણ અંગે અટકળો તેજ થઈ ગઈ છે.

XiJinping: જિનપિંગે પોતાની શક્તિ વિભિન્ન સંગઠનો સાથે શેર કરી
આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે 2027માં આગામી 5 વર્ષ માટે CPC કોંગ્રેસ યોજાવા જઈ રહી છે. તે જ સમયે, શીનો ત્રીજો કાર્યકાળ પણ સમાપ્ત થશે.શી જિનપિંગની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, આ નિયમો સીપીસી સેન્ટ્રલ કમિટીના નિર્ણય લેવા, વિચાર-વિમર્શ અને સંકલન કરતી સંસ્થાઓની સ્થાપના, જવાબદારીઓ અને કામગીરીને વધુ પ્રમાણિત કરશે. આવી સંસ્થાઓએ મુખ્ય કાર્યો પર વધુ અસરકારક નેતૃત્વ અને સંકલન સાથે કામ કરવું જોઈએ અને મુખ્ય કાર્યોના આયોજન, ચર્ચા અને દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: XiJinping: તો શું ચીનના રાષ્ટ્રપતિ લેશે વિદાય ? લીધો મોટો નિર્ણય#XiJinping #ChinaPolitics #CPC2027 #PowerTransition