Xiaomi Technology Event : Xiaomi ની ઇલેક્ટ્રિક કાર SU7 ટેસ્લા મોડલ 3 સાથે સ્પર્ધા કરશે. Xiaomi Technology Eventમાં કંપની પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર SU7ની ટેક્નોલોજી અનવીલ કરશે.
કંપનીના સીઈઓ અને ફાઉન્ડર લેઈ જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. પોસ્ટમાં શેર કરાયેલા પોસ્ટરમાં કારના ચેસીસ બતાવવામાં આવ્યા છે. તેના પર મુખ્ય રીતે ‘STRIDE’ લખેલું છે, જે EV માર્કેટમાં Tesla અને BYD જેવી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની નિશાની છે.
કંપની ઘણા વર્ષોના પ્રયત્નો પછી EV ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહી છે, જેમાં 3,400 થી વધુ એન્જિનિયરો અને આશરે $1.5 બિલિયનનું પ્રારંભિક રોકાણ સામેલ છે.
ઓલ-ઇલેક્ટ્રિક સેડાન ત્રણ વેરિઅન્ટમાં આવશે

Xiaomiએ 17 નવેમ્બર 2023ના રોજ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર SU7 વિશે વાત કરી હતી. આ ઓલ-ઇલેક્ટ્રિક સેડાનનું ઉત્પાદન બેઇજિંગ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી હોલ્ડિંગ કંપની લિમિટેડ (BAIC) ખાતે કરવામાં આવશે, પરંતુ તેના પર MIની બ્રાન્ડિંગ હશે. આ કાર ત્રણ વેરિઅન્ટ્સ – SU7, SU7 Pro અને SU7 Maxમાં આવશે. ગ્લોબલ માર્કેટમાં તેની સ્પર્ધા BMW i4, BYD Seal અને Tesla Model 3 જેવી કાર સાથે થશે.
EV સેલ્ફ-ડ્રાઇવિંગ માટે LiDAR ટેક્નોલોજીથી સજ્જ હશે
Xiaomiની આ કારના સ્પેસિફિકેશન્સ સંબંધિત લીક્સ સામે આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાર સેલ્ફ ડ્રાઇવિંગ માટે LiDAR ટેક્નોલોજીથી સજ્જ હશે. આ સિવાય કારમાં સેન્ટ્રલ કંટ્રોલ ડિસ્પ્લે, થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને બી-પિલર કેમેરાથી ફેસ-રિકોગ્નિશન અનલોકિંગ જેવા ફીચર્સ મળશે.
Xiaomi SU7: એક્સટિરીયર ડિઝાઈન (Xiaomi Technology Event)

Xiaomi SU7ની ફ્રંટ ડિઝાઇન નવી McLaren થી ઈંસ્પાયર્ડ છે. હેડલાઇટ્સ McLarens 750Sના સ્લિમ એડિશનની જેમ દેખાય છે. EV સેડાનના રિયરમાં સ્લિમ રેપ અરાઉન્ડ ટેલ-લાઈટ્સ છે અને બંનેને જોડતી એક લાઈટ બાર પણ છે.
હાયર વેરિએન્ટમાં એક્ટિવ રિયર વિંગ આપી શકાય છે. SU7 245/45 R19 અને 245/40 R20 ટાયર ઓપ્શન સાથે 19 અને 20 ઇંચના એલોય વ્હીલ્સમાં ઉપલબ્ધ હશે.
Xiaomi SU7: પરફોર્મન્સ અને બેટરી

Xiaomi SU7 બે પાવરટ્રેન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. તેમાં 220 kW મોટર સાથે રીઅર-વ્હીલ-ડ્રાઈવ એડિશન મળશે. કંપની દાવો કરે છે કે તેની મેક્સિમમ પાવર 295 hp હશે અને તે 210 kmphની ટોપ સ્પીડ હાંસલ કરવામાં સક્ષમ હશે.
બીજા વિકલ્પમાં, ઓલ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન સાથે 495 kW ડ્યુઅલ-મોટર સેટઅપ ઉપલબ્ધ હશે. તેની મેક્સસિમમ પાવર 664hp હશે અને ટોપ સ્પીડ 265 kmph હશે.
SU7 સાથે બે બેટરી પેકનો વિકલ્પ ઉપલબ્ધ હશે. તેને એન્ટ્રી લેવલ વેરિઅન્ટ માટે BYD તરફથી લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરી મળશે અને ટોપ વેરિઅન્ટમાં મોટો CATL બેટરી પેક મળશે. જોકે, કંપનીએ બેટરીની ક્ષમતા અને રેન્જનો ખુલાસો કર્યો નથી.
Xiaomi SU7: ઈન્ટિરિયર અને ફીચર્સ

SU7નું ઈન્ટિરિયર જાહેર કરવામાં આવ્યું નથી. તેમાં બે થીમ ઈન્ટિરિયર્સ મળવાની અપેક્ષા છે. તે જ સમયે, ડૅશબોર્ડ પર ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્રાઇવર ડિસ્પ્લે માટે કનેક્ટેડ સ્ક્રીન આપવામાં આવી છે.
આ કાર Xiaomi ના HyperOS થી સજ્જ હશે, જે એક ઇન-હાઉસ વિકસિત ઓપરેશન સિસ્ટમ છે જે સ્માર્ટફોન અને કાર બંનેને પાવર આપી શકે છે. કારની ડિલિવરી ફેબ્રુઆરી 2024માં શરૂ થવાની ધારણા છે.
Xiaomiની ઇલેક્ટ્રિક SUV 2025માં આવશે
કંપની પાસે 2025માં લોન્ચ થનારી SUV સહિત 4 વધુ મોડલ પાઇપલાઇનમાં છે. Xiaomiએ 2022માં તેના EV ડિવિઝન Xiaomi Automobileમાં રૂ. 3,700 કરોડથી વધુનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો