કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક યોજી

0
70
કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક યોજી
કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક યોજી

કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક યોજી

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન

6 કલાક સુધી ચાલી બેઠકઃ અનુરાગ ઠાકુર

કુસ્તીબાજો સાથે સકારાત્મક વાતચીત થઈઃ અનુરાગ ઠાકુર

કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક યોજી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર કુસ્તીબાજો સાથે સકારાત્મક વાતચીત થઈ છે. લગભગ 6 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આરોપોની તપાસ પૂર્ણ કર્યા બાદ 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવી જોઈએ અને 30 જૂન સુધીમાં રેસલિંગ ફેડરેશનની ચૂંટણી કરવી જોઈએ. રેસલિંગ ફેડરેશનની આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી જોઈએ અને તેનું નેતૃત્વ એક મહિલાએ કરવું જોઈએ. આ તમમ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી . સરકારે તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય માંગ્યો છે.” ત્યાં સુધી તેઓને કોઈ વિરોધ ન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, કુસ્તીબાજોનું આંદોલન હજી પૂરું થયું નથી.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

ANURAG THACKUR 1

દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા મહાવીર ફોગાટનું મોટું નિવેદન

કુસ્તીબાજોની  કેન્દ્રીય મંત્રી સાથેની બેઠક અંગે આપી પ્રતિક્રિયા

અમે યોગ્ય ઉકેલ ઈચ્છીએ છીએઃમહાવીર ફોગાટ

દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ મહાવીર સિંહ ફોગાટે બુધવારે આંદોલનકારી કુસ્તીબાજો સાથે સંવાદના કેન્દ્રના પગલાની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ પણ આ મુદ્દાનો ન્યાયી ઉકેલ ઇચ્છે છે. સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા જેવા ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા સહિતના ટોચના કુસ્તીબાજો પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. આંદોલનકારી કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે, જેમના પર એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. મહાવીર સિંહ ફોગાટે કહ્યું  જે સરકાર ઉંઘતી હતી તે આજે જાગી હોય તો બહુ સારું. અમે પણ ઇચ્છીએ છીએ કે ઉકેલ વ્યાજબી હોય. કુસ્તીબાજો પણ એવું જ ઈચ્છે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ