WPL 2024 :  આજથી મહિલા પ્રીમિયર લીગની શરૂઆત,  ઉદ્ધાટન સમારોહમાં કિંગ ખાન સહીત અનેક ફિલ્મી હસ્તીઓ કરશે પર્ફોમન્સ

0
372
WPL 2024
WPL 2024

WPL 2024  :  મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન આજથી એટલે કે 23 ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહી છે. ગત્ત વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ ટૂર્નામેન્ટની પહેલી મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા બીસીસીઆઈએ એક ધમાકેદાર ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેમાં બોલિવુડનો પણ તડકો જોવા મળશે. આ લીગમાં બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન પરફોર્મ કરતો જોવા મળશે. મહિલા પ્રીમિયર લીગનો ઉદ્ધાટન સમારોહ 23 ફેબ્રુઆરીના સાંજે 6:30 કલાકે શરુ થશે. જેમાં કાર્તિક આર્યન સિવાય બોલિવુડ સ્ટાર્સ જોવા મળશે.

WPL 2024 : 01/05

WPL 2024

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની શરુઆત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રનર અપ દિલ્હી કેપિટલ્સની વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરુ થશે. આ લીગમાં મુંબઈ અને દિલ્હીની સાથે યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર પણ સામેલ છે.

WPL 2024 : 02/05

WPL 2024

વિમેન્સ પ્રીમિયર લીગ 2024 ટૂર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી શરુ થશે અને ફાઈનલ મેચ 17 માર્ચ 2024થી રમાશે. ઓપનિંગ સેરમનીમાં બોલિવુડના અનેક સ્ટારનો તડકો જોવા મળશે.

WPL 2024 : 03/05

WPL 2024

ભારતમાં રમાનાર મહિલા પ્રીમિયર લીગ 2024 ટૂર્નામેન્ટને 2 ભાગમાં રાખવામાં આવી છે. જેમાં શરુઆતની મેચ બેંગ્લુરુ અને ત્યારબાદની મેચો નવી દિલ્હીમાં રમાશે.બેંગલુરુનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઓપનિંગ સેરમની અને પહેલી મેચ સહિત 11 મેચોનું આયોજન કરશે. એલિમિનેટર અને ફાઈનલ સહિત 11 મેચ દિલ્હીમાં રમાશે.

WPL 2024 : 04/05

WPL 2024

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની તમામ મેચ સાંજે 6: 30 કલાકે શુર થશે કારણ કે, આ ટૂર્નામેન્ટમાં કોઈ ડબલ હેડર મેચ નથી.ભારતમાં વિમેન્સ પ્રીમિયર લીગ 2024નું લાઈવ પ્રસારણ સ્પોર્ટસ 18 અને એચડી સ્પોર્ટસ 18 ચેનલ પર જોઈ શકાશે.

WPL 2024 : 05/05

WPL 2024

કોઈપણ ટીમના કેપ્ટનમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. કમાન હરમનપ્રીત કૌર (મુંબઈ ઈન્ડિયન્સ), મેગ લેનિંગ (દિલ્હી કેપિટલ્સ), સ્મૃતિ મંધાના (રોયલ ચેલેન્જર્સ બેંગલોર), એલિસા હીલી (યુપી વોરિયર્સ) અને બેથ મૂની (ગુજરાત જાયન્ટ્સ)ની કેપ્ટન છે.

ટૂર્નામેન્ટની શરુઆતની  11 મેચ બેંગ્લુરુના રોજ રમાશે. ત્યારબાદ તમામ 5 ટીમ દિલ્હી આવશે. જ્યાં એક એલિમિનેટર સહિત ફાઈનલ મેચ રમાશે. 24 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે નહિ.,દરરોજ એક જ મેચ થશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे