નવરાત્રિ માં આ શક્તિ મંત્રોની કરો ઉપાસના, માતાજી શીઘ્ર પ્રસન્ન થઈ આપે છે ઈચ્છિત ફળ

0
240
મંત્ર શક્તિ
મંત્ર શક્તિ

દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવરાત્રિ ઉપાસના માં નિત્ય પૂજામાં  દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે. સંકલ્પ અનુસારની મનોકામનાઓ સિદ્ધ થાય છે. ઉપાસના શરૂ કરવા તેમજ નવરાત્રી ઘટ સ્થાપના કરવા માટેના શુભ મુહર્ત 15 ઓક્ટોબર રવિવારે નીચે મુજબ છે.નવરાત્રી એટલે માં  દેવી શક્તિ અંબિકા જગદંબા દુર્ગા, ચામુંડા, જેવા અનેક નામોથી આપણે જેને પૂછીએ છીએ. તે માં જગત જનનીની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ અવસર શરૂ થવા જઈ રહ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષીએ જણાવ્યુ હતું કે નવરાત્રીમાં વિશિષ્ટ મંત્ર શક્તિ થી ઉપાસના કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે. 15 ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે. 24 ઓક્ટોબરે વિજયા દશમી એટલે કે દશેરા મનાવવામાં આવશે. આમ આ દિવસે નવરાત્રી પૂરી નવ રાત મનાવી શકાશે. નવરાત્રીના પ્રારંભમાં આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે, જે અનુસાર વિશ્વમાં સુખ શાંતિ અને સ્થિરતા વધશે. 

દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવરાત્રી ઉપાસના માં નિત્ય પૂજામાં  દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે.  સંકલ્પ અનુસારની મનોકામનાઓ સિદ્ધ થાય છે. ઉપાસના શરૂ કરવા તેમજ નવરાત્રી ઘટ સ્થાપના કરવા માટેના શુભ મુહર્ત 15 ઓક્ટોબર રવિવારે નીચે મુજબ છે.

  • સવારે  ૮-૦૪ થી ૯-૩૧ (ચલ)
  •          ૯-૩૧ થી ૧૦-૫૮ (લાભ)
  •          ૧૦-૫૮ થી ૧૨-૨૩  (અમૃત)
  • સાજે    ૬-૧૩ થી ૭-૪૬  (શુભ)
  • રાતે     ૭-૪૬ થી  ૯-૧૯  (અમૃત)
  • રાતે     ૯-૧૯ થી  10-૫૨ ( ચલ)

નવરાત્રી એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો ઉત્સવ. નવદુર્ગા, અંબિકા, જગદંબા ભગવતી, ચામુંડા-ચંડિકા જેવા અનેક નામોથી જેને પૂજીએ છીએ. તેવી દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો આ સુવર્ણ અવસર ગણાય. નવરાત્રી ઉપાસના તુરંત ફળ આપે છે. દેવી ભાગવતમાં જણાવેલ અહી આપેલ અનૂભવ સિદ્ધ કોઈપણ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરાય તો જે કરે તેનું નિર્બળ ભાગ્ય બળવાન બને છે. તે આપત્તિઓ સામે રક્ષણ થાય છે. તમામ રીતે કલ્યાણ થાય છે.


 
પ્રાચીન કાળથી દેવી ભાગવતમાં જણાવેલ આ મહાન મંત્રોના ઉપયોથી માં શક્તિને પ્રસન્ન કરવામાં આવે છે. આ અંગે જણાવતા ચેતનભાઇ એ જણાવ્યું કે દેવી ભાગવત માં તો કહ્યુ છે કે પૃથ્વી પર જેટલા વ્રતો છે. તેમાં નવરાત્રી વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નવરાત્રી પૂજનથી ધન-ધાન્ય સંતતિ  સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય રક્ષણ  સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા સુખ સંપત્તિ સૌભાગ્ય વગેરે લાભ થાય છે. રામાયણ યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રી વ્રત કરેલ અને માતાજીના આશીર્વાદ લીધા હતા. તેથી જ તેમના હાથે જ દશેરા એ રાવણનો વધ થયેલ. આમ પોતાનું શુભ ઇચ્છનારા સર્વ લોકોએ નવરાત્રીમાં શક્તિની આરાધના કરવી જોઈએ.

દેવી ભાગવત માં  દુર્ગાને પ્રસન્ન કરવા ખુબ જ દુર્લભ જણાવેલ છે. જેના મંત્ર અને યંત્ર સાધના પ્રયોગો નવરાત્રીમાં શીઘ્ર ફળ આપે છે.  

શક્તિ બીજ મંત્ર પ્રયોગ

ઐં. હ્રીં  કલીં 
દેવી ભાગવત અનુસાર અનેક વખતે અનેક દેવોએ અનેક ઋષિઓએ તથા તપસ્વીઓએ સંકટ સમયે કેવળ આ મહાશક્તિશાળી આ ત્રણ એકાક્ષર બીજ મંત્રનું નવરાત્રી અનુષ્ઠાન કરી સતત જાપ કરી માતાજીને પ્રસન્ન કરેલ હતા. 

ઐં (વાગબીજ) હ્રીં (માયાબીજ) અને  કલીં (કામરાજ બીજ) છે. જે અનેક મંત્રોને શક્તિથી ભરી દે તેવા છે. માટે નવરાત્રી દરમ્યાન માતાજીનું ધ્યાન કરી નિત્ય પૂજન કરી કોઈ પણ કાર્ય માટેનો સંકલ્પ કરી ઐં. હ્રીં  કે કલીં કોઈ પણ એકબીજ મંત્રનો સંકલ્પ લઈ જો જ્ઞાન બુદ્ધિની કામના હોય તો માતા સરસ્વતીનો ઐં. બીજ મંત્ર ધન સમૃદ્ધિ એશ્વર્યાની કામના હોય તો માતા લક્ષ્મીનો હ્રીં બીજ મંત્ર અને શક્તિ સાહસ અને રક્ષણની કામનાં હોય તો માતા કાલીનો  કલીં બીજ મંત્ર જાણી સંકલ્પ લઈ 5 માળા નિયમિત કરવી અને દિવસ રાત્રી સતત મનોમન જાપ કરતા રહેવું તો અવશ્ય તે કાર્ય ઈચ્છા કે મનોકામના સિદ્ધ થાય છે. 

શક્તિ મહામંત્ર પ્રયોગ

(2) સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણી નમો નમઃ સ્તુતે. આ મંત્ર અંગે કહેવાય છે કે નવરાત્રીમાં કોઈપણ કાર્ય હેતુ સંકલ્પ કરી આ મહામંત્રની ત્રણ માળા કરી પોતાના જે કોઈપણ મંગલ કાર્યની કામના માતાજી સમક્ષ કરવામાં આવે તો તે અવશ્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને મંગલ કામના પૂર્ણ થાય છે.

 (3) જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. કોઈપણ આપત્તિ સામે રક્ષણ હેતુની કામના કરી નવરાત્રી નિત્ય પૂજન કરી આ મંત્રની રોજ ત્રણ માળા કરાય અને દિવસ રાત તેનું મનમાં જાપ રહે તો ગમે તેવી ભયંકર આપત્તિ સામે માતાજી તેનું રક્ષણ કરે છે અને કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકતું નથી, ગજબનું તેને સાહસ પ્રાપ્ત થાય છે અને અનેક મનોરથ પૂરા કરે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.