વિશ્વ દ્રષ્ટિ દિવસ ૨૦૨૩: આંખો આપણા માટે મહત્વની છે, તે આપણને દેખાડે છે દુનિયા કેટલા રંગોથી ભરેલી છે. આંખોની કિંમત અનમોલ છે. આંખોના સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપવું જરૂરી છે. દર વર્ષે ૧૨ ઓક્ટોબર વિશ્વ દ્રષ્ટિ દિવસ મનાવામાં આવે છે. આની શરૂઆત ૨૦૦૦ની સાલથી કરવામાં આવી હતી. આ દિવસનો ઉદેશ્ય અંધાપનને રોકવા અને દરેક પોતાની નેત્રની સંભાળ કેવી રીતે રાખવી તેના માટે છે.

વિશ્વ દ્રષ્ટિ દિવસ ૨૦૨૩: દર વર્ષે વિશ્વ દ્રષ્ટિ દિવસ મનાવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે આ વર્ષની થીમ કાર્યસ્થળ પર તમારી આંખોની દેખરેખ કેવી રીતે રાખવી. નેત્ર સંભાળ સેવાઓનો મુખ્ય ઉદેશ્ય બ્લાઈડ્નેશને ખતમ કરવાનો છે અને તેમાં અંધાપાની તપાસ, જનદર્શન અભિયાન, શૈક્ષણિક કાર્યક્રમ, આરોગ્ય અને અંધાપનની પ્રતિબંધને સબંધિત જાણકારી આપવાનો છે.

વિશ્વ દ્રષ્ટિ દિવસ ૨૦૨૩: આ વર્ષની ઉજવણી માટે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ “WHOeyes” લોન્ચ કરી છે, જે સામાન્ય લોકો માટે એક મફત એપ્લિકેશન છે જે તપાસવા માટે કે તેઓ વસ્તુઓને નજીકથી અને દૂરથી કેટલી સારી રીતે જોઈ શકે છે અને તેઓ તેમની આંખોનું રક્ષણ કેવી રીતે કરી શકે છે તે શીખે છે.
આંખની સંભાળની સેવાઓની માંગને આગળ વધારવા માટે જનતાને સંલગ્ન કરવું મહત્વપૂર્ણ છે તે સમજીને, WHOeyes 8 વર્ષથી વધુ વયની સમગ્ર વસ્તીને લક્ષ્ય બનાવે છે. WHOeyes આંખની સંભાળ વ્યવસાયિક દ્વારા નિયમિત આંખની તપાસની જરૂરિયાતને બદલે નથી, અને તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકોને આંખની સંભાળ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જો તમને શંકા છે કે તમારી દૃષ્ટિની ખોટ છે, તો કૃપા કરીને યોગ્ય ચિકિત્સકની સલાહ લો.
ચક્ષુદાન અંગે લોકોમાં જાગૃતિ વધી જુઓ વીઆર લાઈવ પર




