મોદી સરકારના ‘જલ જીવન મિશન’ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો મોટો દાવો

0
78

‘જલ જીવન મિશન’ 4 લાખ લોકોના જીવ બચાવી શકે છે : WHO

મોદી સરકારના ‘જલ જીવન મિશન’ને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મોટો દાવો કર્યો છે. WHOએ કહ્યું છે કે, “ભારત સરકારની ‘જલ જીવન મિશન’ યોજના 4 લાખ લોકોના જીવ બચાવી શકે છે. જો જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે સંભવિતપણે ડાયેરિયાના કારણે લગભગ 4 લાખ મૃત્યુને અટકાવી શકાય છે. આ સિવાય 1.4 કરોડ લોકોને પાણીજન્ય રોગોથી બચાવી શકાય છે.” આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક જલ જીવન મિશન હેઠળ 2024 સુધીમાં ભારતના ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવાનું છે. અત્યાર સુધીમાં 62.84 ટકા વિસ્તારોમાં આ કામ પૂર્ણ થયું છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી અને આ યોજનાનું લક્ષ્યાંક 2024 સુધીનું રાખવામાં આવ્યું છે.