વિશ્વના સૌથી મોટા એવા મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઈ ગઈ છે. સ્ટેડિયમના નવનિર્માણ બાદ આ પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, જેમાં વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા, તેમની સાથે હરભજન સિંહ પણ જોવા મળ્યા હતા. એરપોર્ટ પર સચિન તેંડુલકર અને હરભજન સિંહ સાથે સેલ્ફી લેવા ચાહકોની ભારે ભીડ જોવા મળી. વર્લ્ડ કપની મેચમાં સચિન તેંડુલકર કોમેન્ટરી કરી દર્શકોનાં દિલ જીતશે.
સચિન તેંડુલકર છે વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ-એમ્બેસેડર :
સ્ટેડિયમના નવનિર્માણ પામ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. અમદાવાદના આંગણે કુલ પાંચ મેચ રમાનાર છે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ કરાયો છે. તેમાં પણ સૌથી મહત્ત્વની અને લોકોમાં ઉત્સુકતા જગાવતી મેચ હોય તો તે 14 ઓક્ટોબરના રોજ રમાનારી ભારત બનામ પાકિસ્તાન વચ્ચેની મેચ પણ અમદાવાદ ખાતે યોજાવાની છે. પ્રથમ મેચને લઈ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર સચિન અને હરભજન સિંહ અમદાવાદ આવી પહોંચ્યા. તેમનું આગમન થતાં જ ચાહકોમાં ખુશી જોવા મળી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.
સચિન તેંડુલકર ટ્રોફી સાથે અમદાવાદમાં એન્ટ્રી :
અત્રે ઉલ્લખનીય છે કે, સચિનને ODI વર્લ્ડ કપ 2023ના ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે તેમને આ સન્માન આપ્યું હતું. સચિન ટ્રોફી સાથે અમદાવાદમાં પહોંચ્યા. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજાઈ. આ બંને ટીમ 2019 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ છે.
ટુર્નામેન્ટથી યુવા ખેલાડીઓને મળશે પ્રેરણા :
સચિનનું કહેવું છે કે, વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓને ઘણી પ્રેરણા પૂરી પાડશે. ઘણી બધી ખાસ ટીમો અને ખેલાડીઓ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં સખત સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હું આ શાનદાર ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. આશા રાખું છું કે આ વખતે ટુર્નામેન્ટ યુવા પ્લેયર્સ રમતગમતમાં જોડાવા અને ટોચના સ્તરે તેમના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરિત કરશે.
વર્લ્ડ કપ 2023ને લગતા વધુ સમાચાર માટે – કલિક કરો અહી –
બંગાળની ખાડી બગાડી શકે છે ભારત-પાક.ની મેચ ; અંબાલાલે ધોધમાર વરસાદની કરી આગાહી
વર્લ્ડ કપ મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત; ફિઝિકલ ટિકિટ નહિ હોય તો..? ‘નો એન્ટ્રી’
વર્લ્ડ કપ 2023ની મેચ જોવા જવાના છો..? તો છોડો પાર્કિંગની ચિંતા : આ રહી ખાસ સુવિધા
વર્લ્ડકપ પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે,જાણો ભારતની મેચોનું શિડ્યૂલ
શિખર ધવને પત્ની આયેશાથી છૂટાછેડા લીધા, કોર્ટે સ્વીકાર્યું – પત્નીએ આચર્યું એ માનસિક ક્રૂરતા