WOOLLEN CLOTHES CARE : શિયાળામાં વુલન કપડાં પહેરવાનું સાચું કારણ શું છે?વુલનના કપડાને બાથરુમમાં ક્યારેય ન મુકવા જોઈએ
શિયાળામાં ઠંડીથી બચવા વ્યક્તિ વૂલન કપડાં પહેરે છે. આ સિઝનમાં વૂલન કપડાં પહેરવા પાછળ મુખ્ય કારણ એ નથી કે બાહરની ઠંડી શરીર સુધી ન પહોંચી શકે, પરંતુ મુખ્ય કારણ એ છે કે શરીરની ગરમી બહાર ન જઈ શકે. જો કોઈ વ્યક્તિ ઉનાળામાં પણ ઊની વસ્ત્રો પહેરે છે, તો તેના શરીરની ગરમી બહાર નીકળી શકતી નથી અને વધારે ગરમી લાગે છે.
ઊની કપડાં પહેરવાની સાચી રીત

ઊની કપડાં ઠંડીમાં શરીરની ગરમી બહાર નથી જવા દેતા
જેનાથી બોડી ટેમ્પ્રેચર સામાન્ય રહે છે
વુલનના કારણે શરીરમાં ખણ આવતી હોય છે. જેથી કૉટનના કપડાં પહેર્યા બાદ સ્વેટર પહેરવું જોઈએ
WOOLLEN CLOTHES CARE કેવી રીતે કરવી

ઊની કપડાં પહેર્યા બાદ ભેજવાળી જગ્યાએ ના મુકો. વુલનના કપડાને બાથરુમમાં ક્યારેય ન મુકવા જોઈએ
વુલન કપડાંને વેન્ટીલેશનવાળી જગ્યાએ રાખો. અહીંયા આ કપડાંમાં ફંગસ નહીં લાગે અને દુર્ગંધ પણ નહીં આવે
ઊની કપડાંને વૉશ કરવા માટે લિક્વિડ ડિટરજેન્ટનો જ ઉપયોગ કરો, જે તેમના માટે સુટેબલ હોય
આ કપડાં ડિટરજન્ટ પાવડરથી ન ધોવો. સાથે જ તેમને હાથ કે સોફ્ટ બ્રશથી સાફ કરો
સ્વેટર-જેકેટને તડકામાં રાખો

ઠંડીમાં ભેજ હોય છે. જેનાથી ઊની કપડાંમાં ફૂગ આવી જતી હોય છે. તેના માટે તમારા ઈનર વૉર્મર, સ્વેટર- જેકેટ સમય સમય પર તડકામાં મુકવા જોઈએ.
ઊની કપડાં ઉકળતા પાણીમાં ન ધોવો, આનાથી તે સંકોચાઈ શકે છે અથવા તેના રેશા નિકળી શકે છે.
વુલન કપડાને ઠંડા પાણીથી ધોવા જોઈએ. વધારે ગંદા થઈ ગયા હોય તો હુંફાળા પાણીથી ધોવા
સ્વેટર-જેકેટ પર ડાઘ પડી જાય તો શું કરવું

ચા અથવા શાકના ડાઘ પડી ગયા હોય તો કપડાં સ્પિરિટવાળા હુંફાળા પાણીથી ધોવા
હુંફાળું પાણી કરી, તેમાં થોડું સ્પિરિટ મિક્સ કરવું અને તેનાથી વુલન કપડાં ધોવા
પ્રેસ કેવી રીતે કરવાં

સ્ટીમ ઑયરનથી જ વુલન કપડાં પ્રેસ કરવા. સામાન્ય ઑયરનનો ઉપયોગ ન કરવો
સ્ટીમ ઑયરન ન હોય તો, વુલન કપડાંની ઉપર કૉટનનું કપડું ઢાંકી સામાન્ય ઑયરનનો ઉપયોગ કરવો
સ્ટોર કેવી રીતે કરવું

બૉક્સ અથવા બેગને સાફ કરી તેને થોડીવાર તડકામાં રાખો, પછી તેમાં વુલન કપડાં સ્ટોર કરો
બૉક્સમાં સુકો લીમડો પાથરી તેના પર ન્યૂઝ પેપર મુકો. આનાથી ઊની કપડાંમાં ભેજ નહીં રહે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો