Women’s Safety Redefined: રંગીલા રાજકોટમાં આજથી મહિલાઓ માટે પરિવહનની નવી અને સુરક્ષિત ક્ષિતિજો ખૂલી છે. સુરત બાદ રાજકોટ ગુજરાતનું બીજું એવું શહેર બન્યું છે જ્યાં ફક્ત મહિલાઓ માટે જ ‘પિંક બસ’ દોડતી થઈ છે. 1 એપ્રિલથી શરૂ થયેલા આ પાઈલોટ પ્રોજેક્ટને શહેરની યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર વધાવ્યો છે.

Women’s Safety Redefined: પિંક બસની મુખ્ય વિશેષતાઓ:
- ઓન્લી ફોર લેડીઝ: આ બસમાં માત્ર મહિલા મુસાફરો જ મુસાફરી કરી શકશે.
- મહિલા સ્ટાફ: સુરક્ષા અને સહજતા વધારવા માટે બસમાં કન્ડક્ટર પણ મહિલા જ રહેશે.
- બાળકો માટે છૂટ: મહિલા મુસાફર સાથે 12 વર્ષ સુધીના બાળકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
- સસ્તું ભાડું: મહિલાઓ માટે ખાસ રૂ. 1000માં વાર્ષિક પાસની સુવિધા પણ આપવામાં આવી છે.

Women’s Safety Redefined: કયા રૂટ પર દોડશે પિંક બસ?
પ્રારંભિક તબક્કે શહેરના સૌથી વધુ ટ્રાફિક અને શૈક્ષણિક સંસ્થાઓ ધરાવતા 4 રૂટ પસંદ કરાયા છે:
- રૂટ નં. 13: લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ થી કોઠારીયા ચોક.
- રૂટ નં. 17: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થી ત્રંબા ગામ (વિદ્યાર્થીનીઓ માટે ખાસ).
- રૂટ નં. 8: ગ્રીનલેન્ડ ચોક થી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ.
- BRTS રૂટ: માધાપર ચોક થી ગોંડલ ચોક.

Women’s Safety Redefined: સુરક્ષાને પ્રાથમિકતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘મહિલા સુરક્ષિત સફર યોજના’ (MSSY) અંતર્ગત આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ત્રિકોણબાગ ખાતેથી ધારાસભ્યો અને મહાનુભાવોએ ઝંડી આપી બસને રવાના કરી હતી. કોલેજ જતી યુવતીઓ આયુષી અને ધ્વનિતાએ જણાવ્યું કે, “જાહેર પરિવહનમાં છેડતી કે ભીડના ડર વગર હવે અમે નિર્ભયતાથી મુસાફરી કરી શકીશું.”
પાસ કેવી રીતે મેળવવો?
મહિલાઓ રાજકોટના કોઈપણ સિટી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ અથવા ઓનલાઇન પોર્ટલ પરથી વાર્ષિક પાસ માટે અરજી કરી શકે છે. પાઈલોટ પ્રોજેક્ટના સફળ પ્રતિસાદ બાદ આગામી સમયમાં શહેરના તમામ રૂટ પર પિંક બસ દોડાવવાનું મનપાનું આયોજન છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં ચૂંટણીનો જંગ: 26 એપ્રિલે મતદાન અને 28મીએ પરિણામ, જાણો સંપૂર્ણ વિગત




