આરજેડી નેતાનો બફાટ – લૈંગિક ટિપ્પણી : “લિપસ્ટિક સાથે મહિલાઓ અને…”

0
158
Abdul Bari Siddiqui
Abdul Bari Siddiqui

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ મહિલા આરક્ષણ બિલ અંગે વિવાદાસ્પક ટીપ્પણી કરી છે. આરજેડી નેતાની આ ટીપ્પણીથી વિવાદ ઉભો થઇ ગયો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સંસદના વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું જેમાં મહિલા આરક્ષણ બિલના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સત્રમાં અનેક નામી મહિલાઓ સંસદમાં ઉપસ્થિત રહી હતી.

Abdul Bari Siddiqui 1 1

સપ્ટેમ્બર 2023માં સંસદના વિશેષ સત્ર દરમિયાન પસાર કરાયેલ મહિલા અનામત બિલના અંગે આરજેડી નેતા એ ટીપ્પણી કરી છે કે, મહિલા અનામત બિલના નામે લિપસ્ટિક અને બોબ-કટ હેરસ્ટાઇલવાળી મહિલાઓ આગળ આવી. મહિલા અનામત બિલ અને મહિલાઓ માટે આવી ટીપ્પણી કરતા જ આરજેડી નેતાએ વિવાદનો મધપુડો છંછેડયો છે. અબ્દુલ બારી સિદ્દીકી બિહારના મુઝફ્ફરપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ ટીપ્પણી કરી.

Womens Reservation Bill special session3

જો કે, તેમણે પાછળથી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેમનો પક્ષ શરૂઆતથી જ મહિલા આરક્ષણ બિલને ટેકો આપી રહ્યો છે અને તેઓ તેમના પ્રેક્ષકોને સમજાવવા માટે ‘ગામડાની ભાષા’માં બોલતો હતો. વાસ્તવમાં આરજેડી તેના વર્તમાન સ્વરૂપમાં બિલના સૌથી મજબૂત ટીકાકારોમાંનું એક છે,  જેણે ઓબીસી મહિલાઓને સમાવવા માટે ક્વોટાની અંદર ક્વોટાની માંગણી કરી છે.

Womens Reservation Bill 1

અબ્દુલ બારી સિદ્દીકીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેઓ આરજેડીની રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં ઘણી બધી મહિલા ગ્રામજનો હાજર હતી. તેમણે વધુમાં કહ્યું કે તેમણે તેમના પ્રેક્ષકોને નવા કાયદાના ફાયદાઓ સમજવા માટે “સામાન્ય ગામડાની ભાષા” નો ઉપયોગ કર્યો હતો.

BJP leader Kaushal Kishore 1

કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા કૌશલ કિશોરે નેતાની આ ટિપ્પણીને આરજેડી નેતાની “સંકુચિત માનસિકતા”ની નિશાની ગણાવી. તેમેણ વધુમાં કહ્યું, આ તેની સંકુચિત માનસિકતાની નિશાની છે. જે મહિલાઓ ચૂંટાઈને સંસદમાં આવે છે, તે બંધારણ અને કાયદા વાંચીને આવે છે તેમજ જનહિતની વાત કરે છે. જેમ એક કારમાં બે પૈડાં હોય છે, તેવી જ રીતે સંસદ અને વિધાનસભામાં મહિલાઓ અને પુરૂષો સાથે મળીને જનહિતના કાયદાઓ બનાવવા માટે કામ કરશે.

MP Mahua Maji

આરજેડી અને ઈન્ડિયા ગઠબંધનના સાથી જેએમએમ તરફથી પણ સિદ્દીકીએ કરેલી ટિપ્પણીની ટીકા કરવામાં આવી. પાર્ટીના રાજ્યસભા સાંસદ મહુઆ માજીએ ચેતવણી આપી હતી કે, આવા નિવેદનોથી મહિલાઓને નુકસાન થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણે 21મી સદીમાં છીએ. મહિલાઓને નુકસાન થાય તેવા નિવેદનો આપવાથી બચવું જોઈએ. અમે પણ ઈચ્છીએ છીએ કે પછાત વર્ગની મહિલાઓ આગળ આવે. અમે મહિલા આરક્ષણ બિલમાં એસસી, એસટી અને ઓબીસી મહિલાઓના આરક્ષણ વિશે પણ વાત કરી રહ્યા છીએ.

Womens Reservation Bill 2

ઓબીસી ક્વોટા વગરના મહિલા ક્વોટા બિલ સામે આરજેડીનો વાંધો નવો નથી. આરજેડી નેતાઓ, સમાજવાદી પાર્ટીના સાંસદો અને શરદ યાદવ સાથે, જેઓ એક સમયે JD(U)નું નેતૃત્વ કરતા હતા, ત્યારે  ભૂતકાળમાં અનેક પ્રસંગોએ આ બિલને પસાર કરવામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા આરક્ષણ બિલના સંદર્ભમાં આવી ટિપ્પણીઓ પણ નવી નથી.

દેશ – દુનિયાના સમાચાર વાંચવા – કલિક કરો અહી –

એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’  નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”

POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત

ઓક્ટોબરમાં નવા નિયમો લાગુ : 5 ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

હોમ લોન માટે પ્રોસેસિંગ ફી : કઈ ટોચની બેંક લે છે કેટલો ચાર્જ..? તપાસો

જાણો કયા રાજ્યમાં પીવાય છે કેટલા ટકા દારૂ : કયું રાજ્ય છે ટોપ પર ?