Winter Health Tips : શિયાળામાં આ ૫ ફૂડનું સેવન કરવાથી હૃદય રોગમાં થશે ફાયદા

2
139
હૃદય રોગમાં થશે ફાયદા
હૃદય રોગમાં થશે ફાયદા

આ ફૂડનું સેવન કરવાથી હૃદય રોગમાં થશે ફાયદા…શિયાળો ઠંડીનો મહિના એટલે હૃદય રોગવાળા લોકોને ઘણું જોખમી સાબિત થતું હોય છે. તાપમાન એકદમ ઠંડુ હોવાને કારણે શારીરિક પરિવર્તન આવતું હોય છે જે હૃદય પર દબાણ નાખે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હૃદય સંબંધી ઘટનાઓનો ખતરો વધી જાય છે. આવો જાણીએ ક્યા ફૂડનું સેવન કરવાથી હૃદય રોગમાં થશે ફાયદા.

હૃદય રોગમાં થશે ફાયદા
હૃદય રોગમાં થશે ફાયદા

એવી વસ્તુઓ ખાવાથી હૃદય એકદમ સ્વસ્થ્ય બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. અને હૃદય રોગમાં થશે ફાયદા .આવું એટલા માટે થાય છે કેમ કે ઠંડીના વાતવરણમાં રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેથી બ્લડના ગઠઠા જામી જાય છે. એવામાં આવી ૫ વસ્તુઓના સેવનથી ઠંડીના વાતાવરણમાં હૃદયને સ્વસ્થય રાખવામાં મદદરૂપ થાય છે…તો આવો, જાણીએ એવી કઈ વસ્તુ છે જેનાથી આપણા શરીરને ફાયદા થાય છે.

https://vrlivegujarat.com/main/winter-special-food-gundar-pak/
Winter Special Food – 2

હાલ અચાનક “હાર્ટ એટેક” થતાં મૃત્યુની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ગરબા, જીમમાં કસરત કરતા શારીરિક પરીશ્રમ કરવાથી મૃત્યુ આંક વધી રહયો છે. આવી સ્થિતિ ન સર્જાય તેની કાળજી લેવા આપણે એવો આહાર લઈએ જેથી એવી પરીસ્થિતિથી બચી શકાય. ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકોને ઠંડીની ઋતુમાં ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.

Winter Health Tips : આ ફૂડનું સેવન કરવાથી હૃદય રોગમાં થશે ફાયદા

૧. લસણ – ડોકટરોના કહેવા મુજબ લસણ સેવનથી હૃદયરોગથી દુર રાખે છે. લસણ માત્ર ખાવામાં સ્વાદ ઉમેરવાનું કામ નથી કરતું પરતું એક દવા તરીકે ઉત્તમ કામ કરે છે. કાચું લસણ ખાવાથી પણ ઘણું સારું રહે છે. પ્લેટલેટ એકત્રીકરણ, સીરમ ટ્રાઈગલીસરાઇડ સ્તર અને કોલેસ્ટ્રોલનું પણ સકારાત્મક પ્રભાવ પાડે છે. શરદી-ફ્લુ, રોગપ્રતિકારક શક્તિ સારી રાખે છે બ્લડ પ્રેશરમાં રાહત રહે છે.

૨. સંતરા – સંતરામાં ભરપુર માત્રમાં વિટામીન સી હોય છે જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે. શિયાળામાં દરરોજ ખાવાથી શરીર એકદમ હાઈડ્રેટ રહે છે. સંતરામાં પાણીની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. સંતરાની છાલ ખાવાથી પણ ફાયદા થાય છે.

૩. અખરોટ – ડ્રાયફ્રુટ તો એમ પણ શરીર માટે સારું જ છે અને અખરોટમાં ઓમેગા-૩ નો સ્ત્રોત હોય છે. અખરોટમાં ફેટની માત્ર અધિક હોય છે, પરતું તે ગુડ ફેટ માનવામાં આવે છે જે નુકશાન નથી કરતું હૃદય રોગવાળાને. હૃદયરોગનું જોખમ ઘટાડવા માટે દરરોજ અડધા કપ જેટલા અખરોટનું સેવન કરવું જોઈએ. રોજ રાત્રે પલાળેલા અખરોટ પણ લઈ શકાય.

૪. બદામ – શિયાળામાં ડ્રાયફ્રૂટ શ્રેષ્ઠ આહાર છે, સુકામેવામાં ફેટી એસીડસ, વિટામીન ઈ અને મીનરલસ હોય છે જે શરીરને ફાયદો આપે છે. બદામમાં આવા ઘણાં પોષકતત્વો હોય છે. દિવસમાં બે વાર બદામ ખાવાથી ફાયદો મળે છે. ખાલી પેટે પલાળેલી બદામ ખાવાથી ઘણો જલ્દી ફાયદો શરીરને મળે છે. પેટ સાફ રાખે છે, પાચનતંત્ર મજબુત કરે છે, ગેસ- બ્લોટિંગ, અપચો જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

૫. મૂળા – તમે મૂળા સલાડના રૂપમાં ખાધા જ હશે. મૂળાની ભાજીના સેવનથી પણ ફાયદા થાય છે. મૂળામાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે. આ સાથે જ વિટામિન C, E, A અને B6, ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયરન અને મેંગેનીઝ જેવા પોષક તત્વો પણ મૂળામાં મળી આવે છે. ઇમ્યુનિટી બુસ્ટ કરે છે, ચયાપચયમાં મદદરૂપ-મૂળા ખાવાથી ચયાપચયના સારું થાય છે. તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. આ સાથે મૂળો એસિડિટી અને ગેસ્ટ્રિકની તકલીફોથી રાહત આપે છે.

OFFBEAT 229 | પ્રેરણાત્મક -માઈક્રોવેવની શોધ કરનારઅમેરિકન ઈન્જીન્યર પર્સી સ્પેંસર | VR LIVE

Family Doctor 755 | હાર્ટ એટેકમાં તાત્કાલિક સારવાર | VR LIVE

Family Doctor 715 | હાર્ટ એટેક | VR LIVE

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ પોર્ટલ

2 COMMENTS

Comments are closed.