Methi na Ladva : શિયાળો આવતાની સાથે જ લોકો પોતાના હેલ્થ પ્રત્યે સજાગ થઈ જાય છે, અચાનક મોર્નિંગ વોક કરતાં લોકોની સંખ્યા પણ વધી જાય છે, એવામાં કડકડતી ઠંડી હોય કે પછી ફૂલ ગુલાબી ઠંડી, શારીરિક વ્યાયામની સાથે-સાથે શિયાળામાં અનેક હેલ્થી વસાણાં હોય છે જે તમારા શરીરને આખું વર્ષ મજબૂત અને તાકાતવર બનાવવામાં મદદ કરે છે. આજે આપણે મેથીના લાડવા બનાવતા શિખીશું, જેમાં ખાંડ અને સકારના બદલે લાડવામાં ગોળનો ઉપયોગ કરીને બનાવીશું, જેથી જો કોઈને ઘરમાં ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ આ લાડવા વિના સંકોચે ખાઈ શકે છે આપણે મેથીના લાડવા એવિ રીતે બનાવીશું કે લાડવા બિલકુલ પણ કડવા નહી લાગે અને ઘરમાં દરેકને આ ટેસ્ટ પસંદ આવશે અને આ લાડવા ને બનાવીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈએ.
– Methi na Ladva
20 – 25 મિનિટ | બનાવવાનો સમય |
15 લાડવા | કુલ લડવા |
ચોખ્ખું ઘી | 400 ગ્રામ |
ગોળ | 300 ગ્રામ |
ઘઉંનો કરકરો લોટ | 100 ગ્રામ |
અડદનો લોટ | 100 ગ્રામ |
મેથીનો લોટ | 30-40 ગ્રામ |
સૂકું છીણેલું ટોપરું | 100 – 125 ગ્રામ |
ઝીણી વાટેલી બદામ | 3 ચમચી |
ઝીણા સમારેલા બદામના ટુકડા | 3 ચમચી |
ખસખસ | 3 ચમચી |
સૂકી દ્રાક્ષ | 3 ચમચી |
સૂંઠ પાઉડર | 3 ચમચી |
ગંઠોડાનો પાઉડર | 1 – 1.5 ચમચી |
કાટલું પાવડર | 1 નાની ચમચી |
સફેદ મુસળી નો પાઉડર | 1 નાની ચમચી |
બાવળ નો ગુંદર | 50 ગ્રામ |
મુસળી નો પાઉડર | 1 નાની ચમચી |
આવો જાણીએ મેથીના લાડુ બનાવવાની રીત | Methi na Ladva
- સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડું ઘી ગરમ કરવા માટે મૂકો, ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદરને તળી લેવો સુંદર તળાય એટલે સરસ રીતે ફૂલી જશે, ગુંદર ફૂલે એટલે એને એક વાસણમાં લઈ લઇશું.
- કડાઈમાં જે બાકીનું ઘી વધ્યું છે એમાં આપણે ઘઉંનો લોટ નાખીને ધીમા થી મધ્યમ તાપ ઉપર પર બદામી કલરનો અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકી લેવો. લોટ ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું એટલે એને સતત હલાવતાં જવું જરૂર લાગે તો એકાદ ચમચી ઘી ઉમેરી રહો. લોટ શેકાઈ જાય એટલે એક વાસણમાં અલગ રખહી લઈશું.
- કડાઈમાં બીજું થોડું ઘી ઉમેરીશું અને જે રીતે ઘઉંનો લોટ શેક્યો એ જ રીતે આપણે અડદનો લોટ શેકીને તૈયાર કરી લઈશું. સરસ બદામી કલરનો થાય એટલે જે વાસણમાં આપણે ઘઉંનો લોટ કાઢ્યો હોય એની સાથે જ અડદનો લોટ ઉમેરી લઈશું.
- છેલ્લે એ જ કડાઈમાં બાકી વધેલુ ઘી ઉમેરી દઈશું, ઘી થોડું ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરો (પાયો નથી કરવાનો). ફક્ત ઘી અને ગોળ અને સરસ રીતે મિક્સ કરવાનું છે. ગોળ ઓગળી જાય અને મિશ્રણ સરસ જાળીદાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો
- અગાઉ તૈયાર કરીને રાખેલો લોટ એમાં ઘી-ગોળ મિશ્રણ ઉમેરી દો અને વારંવાર હલાવો ત્યાર બાદ એમાં ટોપરું , સૂકી દ્રાક્ષ અને કાજુ – બદામ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું.
- તળીને રાખેલો ગુંદર એક વાટકી ની મદદથી અધકચરો વાટી લો અને તેને લોટના મિશ્રણમાં મિક્સ કરી દો.
- મિશ્રણ થોડું નવશેકુ ગરમ હોય તે જ સમયે મેથીના લોટ સિવાયની બાકીની બધી વસ્તુઓ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો, આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દો.
- મિશ્રણ ઠંડુ થયા બાદ છેલ્લે તેમાં મેથીનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. મેથીના લાડવામાં થોડો કડવો ટેસ્ટ પસંદ હોય તો મિશ્રણ જ્યારે નવશેકુ ગરમ હોય ત્યારે જ મેથીનો લોટ નાખજો તો થોડો કડવો ટેસ્ટ આવશે
- જો કડવો સ્વાદ પસંદ ન હોય તો – મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું પછી મેથીનો લોટ નાખવો જેથી લાડવા સહેજ પણ કડવા નહિ લાગે મિશ્રણ જો તમને થોડું કોરું લાગે તો આ સમયે એકાદ બે ચમચી ઘી ગરમ કરીને ઉમેરી શકો છો.
- ત્યારબાદ આ મિશ્રણના મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરીશું. આ સરસ મજાના હેલ્દી મેથીના લાડવા બનીને તૈયાર છે આને ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો