શું પાટીલ થશે રીપિટ? ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પૂરો,દિલ્લી પર નજર !

0
79
પાટીલ
પાટીલ

ભાજપના ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલ એ ગયા મહિનાની 20 તારીખે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. પાર્ટીએ હજુ સુધી તેમના કાર્યકાળ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી કે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી તેમના નેતૃત્વમાં લડશે? અન્યથા તેઓ આગામી ત્રણ વર્ષ સુધી પ્રમુખ રહેશે.ગુજરાત ભાજપમાં પત્રિકાકાંડ બાદ ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાતમાં પાટીલ ની બીજી ટર્મ પર સસ્પેન્સ સર્જાયું છે. દિલ્હી હાઈકમાન્ડે પણ ચૂપકીદી સાધી લેતાં હવે ગુજરાતના રાજકીય ગલિયારીઓમાં એ સવાલો ઉઠ્યા છે કે ગુજરાતમાં શું પાટીલ રીપિટ થશે. પાટીલને કેબિનેટમાં લઈ જવાની ચર્ચાઓ વચ્ચે મોદી સરકારે કેબિનેટનું વિસ્તરણ ટાળી દેતાં આ મામલો પેન્ડિંગ થઈ ગયો છે. હાલમાં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પાટીલ સંભાળી જ રહ્યાં છે પણ ઓફિશિયલ દિલ્હીથી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત થઈ રહી નથી. ગુજરાતમાં હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે લોકસભાની ચૂંટણી ભાજપ પાટીલની અધ્યક્ષતામાં લડશે કે કેમ? ગુજરાતમાં પાટીલના કાર્યકાળ દરમિયાન ભાજપે ઝળહળતી સફળતા મેળવી છે. પાટીલે એક તાંતણે સંગઠન અને સરકારને બાંધી રાખી છે.

 સી. આર પાટીલ માટે કહેવાય છે કે, ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો જીતીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. જે રેકોર્ડને તોડવો ભાજપના કોઈ પણ નેતા માટે અશક્ય છે. ભાજપ પ્રદેશ પ્રમુખના અસ્તિત્વને તેમને સાર્થક કરી બતાવ્યું છે. રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. કમલમમાં એવી ચર્ચા છે કે, ભાજપ આ બાબતની જાહેરાતો કરતું નથી પણ જ્યાં સુધી ઓફિશિયલ જાહેરાત ન થાય ત્યાં સુધી ચર્ચા એ જ છે કે શું પાટીલ રીપિટ થશે, ભાજપની આલાકમાન્ડ હાલમાં ચૂપકીદી સેવીનું બેઠું હોવાથી આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પર પણ અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં યાદવા સ્થળી એટલી વધી શકે છે કે સંગઠનમાં પાટીલના 2 હાથ સમાન જાડેજા અને ભટ્ટે તો રાજીનામા આપવા પડ્યા છે અને વિનોદ ચાવડાના નામની ચર્ચા શરૂ થઈ છે. હવે શું ભાજપ આ રીતે લોકસભાની ચૂંટણી લડશે એ સૌથી મોટો પ્રશ્ન છે. હાલના સંજોગો પ્રમાણે પાટીલના નેતૃત્વ વિના લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો જીતવી એ ભાજપ માટે કપરાં ચઢાણ સમાન છે.    

અમિત શાહની ગુજરાતમાં મીટિંગો
ગુજરાતમાં પત્રિકાકાંડ બાદ લોકસભાની તૈયારીઓ સામે સવાલો ઉઠ્યા છે. ગુજરાતમાં યાદવાસ્થળી એટલી જામી છે કે દિલ્હી હાઈકમાન્ડ આ બાબતે એક્શન નહીં લે તો ગુજરાત ભાજપને નુક્સાન થશે. કચ્છના એક કાર્યક્રમમાં વિનોદ ચાવડાની બાદબાકી કરાતાં હવે આ યાદવાસ્થળી વધુ આગળ ભડકે તો પણ નવાઈ નહીં…. ગુજરાત ભાજપનું રાજકારણ હાલમાં ચર્ચાને ચકડોળે ચડ્યું છે. અમિત શાહે ગુજરાતમાં 2 દિવસ મીટિંગો પણ કરી છે. આગામી દિવસોમાં ગુજરાત ભાજપ સંગઠનમાં નવા ફેરફારો થાય તો નવાઈ નહીં. રત્નાકરે તમામ મામલો હાઈકમાન્ડ સમક્ષ રજૂ કર્યો છે. જેને પગલે ભાજપમાં નવા જૂની થવાના એંધાણ છે પણ પ્રથમવાર એવું બન્યું છે દિલ્હી હાઈકમાન્ડ માટે પણ આ મામલો ગળાનો ગાળિયો બની ગયો છે કારણ કે લોકસભાની ચૂંટણીને હવે સમય વધારે બચ્યો નથી. 

પાટીલે વિરોધીઓને આપ્યો કડક સંદેશ
ગુજરાત ભાજપમાં આંતરકલહ અને ભાજપના પત્રિકા કૌભાંડની ચર્ચાઓ વચ્ચે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઈશારામાં વિરોધીઓને મોટો સંદેશો આપ્યો છે. સુરતમાં લાયન્સ ઈન્ટરનેશનલ ક્લબના કાર્યક્રમ શંખનાદમાં બોલતા પાટીલે કહ્યું હતું કે હું સક્ષમ છું, મને જવાબદારી કેમ ન મળી…. જ્યારે આવું થતું નથી, ત્યારે ઘણી વખત લોકો સ્પર્ધામાં ઉતરે છે. આવી સ્થિતિમાં, તે તમારા કામ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ નુકસાનકારક છે. પાટીલે કહ્યું, એવું પણ ન વિચારો કે તમે સક્ષમ છો, તેથી જ જવાબદારી આપવામાં આવી છે, જવાબદારી મળતાં જ તેના માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જોઈએ.

લાયન્સ ક્લબના કાર્યક્રમમાં પાટીલનું ભાષણ વિરોધીઓને ઈશારામાં આપેલો સંદેશ માનવામાં આવી રહ્યો છે. પાટીલના આ નિવેદનનો અર્થ રાજકીય વર્તુળોમાં શોધવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ગુજરાત ભાજપમાં નંબર-2નું સ્થાન ધરાવતા સૌથી શક્તિશાળી પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએઅચાનક રાજીનામું આપી દીધું હતું. થોડા દિવસો પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બારડોલીના ભાજપના સાંસદ પ્રભુભાઈ વસાવા અને ચોર્યાસીના ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ વિરુદ્ધ કેટલાક પેમ્ફલેટ )સામે આવ્યા હતા. જેમાં આ નેતાઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 

આ પછી દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધાવી હતી. આ પછી ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગણપત વસાવાના પૂર્વ પીએ રાકેશ સોલંકી સહિત ત્રણની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી સુમુલ ડેરી ભાજપના પત્રિકા કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચમાં ઉપપ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરવામાં આવી હતી. હવે પાટીલે લાયન્સ ક્લબના પ્લેટફોર્મ પરથી જવાબદારી મેળવવા અંગે નિવેદન આપ્યું છે. પાટીલે) એમ પણ કહ્યું કે આજે પણ RSSમાં એ સંસ્કાર છે પોતાને આપેલી જવાબદારીઓમાં પોતાને સક્ષમ બનાવે.

પાટીલના બે મજબૂત હાથ છીનવી લેવાયા!
ભાજપના ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલે ગયા મહિનાની 20 તારીખે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. પાર્ટીએ હજુ સુધી તેમના કાર્યકાળ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી કે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી તેમના નેતૃત્વમાં લડશે? અન્યથા તેઓ આગામી ત્રણ વર્ષ સુધી પ્રમુખ રહેશે. જુલાઈ 2020માં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પાટીલે ) પોતાની ટીમ બનાવી. આમાં સંગઠન મંત્રી સિવાય કુલ ચાર મહાસચિવ હતા. જેમાં ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાનારાજીનામા આવી ગયા છે. મહામંત્રી તરીકે માત્ર રજની પટેલ અને વિનોદ ચાવડા જ કામ કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં સંગઠનમાં તેમજ સરકારમાં ફેરબદલની અટકળો વહેતી થઈ છે.