અમદાવાદ મહાનગરપાલિકાનો કડક વલણ સામે આવ્યો છે, કર્પોરેશન બે કોન્ટ્રોક્ટરને બ્લેકલિસ્ટ કરશે જેમાં જ્યોતિ ઈન્ફ્રાટેક અને વંદેમાતરમ પ્રોજેક્ટ્સ લિમિટેડને બ્લેકલિસ્ટ કરશે તેવી વિગતો સામે આવી છે. તમને જણાવી દઇએ કે બે કોન્ટ્રોક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, 500 કરોડથી વધુના કામ લટકાવવા બદલ બ્લેકલિસ્ટ કરાશે, જેમાં હાઉસિંગ પ્રોજેક્ટના કામમાં બન્ને કોન્ટ્રાક્ટરે વિલંબ કર્યો છે તેમજ જ્યોતિ ઈન્ફ્રાટેકે 6370 મકાનની યોજના બનાવવા કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો જ્યારે વંદેમાતરમને 593 મકાન બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બન્ને કોન્ટ્રાક્ટરને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.