સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3 મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણના રોલમાં જોવા મળે છે અને રિતિક રોશન પણ છેલ્લી પોસ્ટ ક્રેડિટ સીનમાં WAR 2ના કબીરની ભૂમિકામાં જોવા મળે છે. ટાઇગર 3 લાંબા સમયથી ચર્ચામાં હતી. ઘણા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ પહેલા દિવસે 50 કરોડથી વધુની કમાણી (New Record) કરશે, પરંતુ ટાઇગર 3 એ કુલ 44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે પઠાણ અને જવાન કરતા ઓછી છે.
જો કે આ વર્ષે રિલીઝ થયેલી શાહરૂખ ખાન (Sahrukh Khan) ની ફિલ્મ પઠાણ અને જવાને પહેલા દિવસે શાનદાર ઓપનિંગ કરી હતી અને નવો રેકોર્ડ (New Record) પણ બનાવ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે સલમાન ખાન (Salman Khan) ની છેલ્લી ફિલ્મ ટાઈગર 3 શા માટે પઠાણ અને જવાનનો રેકોર્ડ તોડી શકી નથી. વાસ્તવમાં YFRએ ભાઈજાનની ફિલ્મ રવિવારે રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ દિવાળીના તહેવારમાં વ્યસ્ત હોવાને કારણે ફિલ્મ બપોરના શોમાંથી સારી કમાણી કરવામાં સફળ રહી હતી. સાંજે દિવાળીની પૂજાના કારણે દર્શકો માટે શોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.
Tiger 3 શો દરમિયાન સિનેમા હોલની અંદર ફટાકડા ફૂટ્યા, લોકો માંડ-માંડ મોતના મુખમાંથી બચ્યા
ટાઇગર 3 ની 44 કરોડ રૂપિયાની શરૂઆત પાછળનું બીજું સૌથી મોટું કારણ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) હતું. રવિવારે દિવાળીની સાથે જ ભારત અને નેધરલેન્ડ વચ્ચે લીગ મેચ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત રમી હતી. ભારતની મેચ અને દિવાળીના કારણે દર્શકોની ભીડ વહેંચાઈ ગઈ હતી. જેના કારણે સલમાન ખાનની ટાઈગર 3ને 50 કરોડની ઓપનિંગ મળી હતી. આ બધા કારણોસર સલમાનની ફિલ્મ પઠાણ અને જવાનના રેકોર્ડ (Record) તોડી શકી નથી.