ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રિંકુ સિંહના છેલ્લા બોલ પર સિક્સ કેમ ન ગણાઈ..? જાણો વિગતવાર

2
281
Rinku Singh
Rinku Singh

Last ball of Australia vs Rinku Singh : ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીની શાનદાર શરૂઆત કરી અને ગુરુવારે બે વિકેટથી જીત મેળવી. મેચમાં ઉત્સાહમાં કોઈ કમી નહોતી, જોશ ઈંગ્લિસના 110 રનથી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 208/3નો જંગી સ્કોર બનાવ્યો. જવાબમાં સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી અને ભારત લક્ષ્ય તરફ આગળ વધ્યું. જો કે, બંને આઉટ થઈ ગયા અને ભારત તરફથી રણ બનાવવાની સીધી જવાબદારી રિંકુ સિંહ (Rinku Singh) પર આવી પડી હતી કારણ કે ભારતને છ બોલમાં સાત રનની જરૂર હતી.

Rinku Singh 1
रिंकू सिंह की आखिरी गेंद पर छक्का क्यों नहीं गिना गया

સીન એબોટની છેલ્લી ઓવરમાં ભારતે અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહની વિકેટ ગુમાવી અને આઠ વિકેટ પડી ગઈ ત્યારે વધુ ડ્રામા શરૂ થયો હતો. છેલ્લે ભારતને એક બોલ પર એક રનની જરૂર હતી ત્યારે રિંકુ સિંહે (Rinku Singh) જોરદાર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. જો કે, આ સિક્સની ગણતરી કરવામાં આવી ન હતી અને ભારતના અંતિમ સ્કોર અંગે મૂંઝવણ હતી. આ પછી અમ્પાયરે આ બોલને નો-બોલ જાહેર કર્યો હતો. ભારતને જીત માટે એક રનની જરૂર હતી તે આ નો-બોલ દ્વારા મળી ગયો અને સિક્સ ગણાય તે પહેલા જ ભારત જીતી ગયું. તેથી, સિકસની ગણતરી કરવામાં આવી ન હતી. ભારતે 19.5 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની અડધી સદીની મદદથી ભારતે ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પાંચ મેચની શ્રેણીની પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયા પર બે વિકેટથી જીત મેળવી હતી.

2019માં વેસ્ટ ઈન્ડિઝ સામેના 208 રનના લક્ષ્યાંકને વટાવીને ભારતે હવે આ સૌથી વધુ T20 રન બનાવ્યા છે. આ જીત બાદ ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે.

2 COMMENTS

Comments are closed.